ટીમ પેનએ આપ્યું રાજીનામું, આ ઘાતક ખેલાડી બન્યો ઓસ્ટ્રેલિયાનો નવો કેપ્ટન…

આવતા મહિનેથી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એશિઝ સિરીઝ શરૂ થવા જઇ રહી છે. તે પહેલા ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના કેપ્ટન ટીમ પેનએ રાજીનામું આપી દીધું છે. ટીમ પેનએ આમ અચાનક જ રાજીનામું આપી દેતા ક્રિકેટ ચાહકો આશ્ચર્યચકિત થઇ ગયા છે. પરંતુ હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે પેટ્રિક જેમ્સ કમિન્સની પસંદગી કરવામાં આવી છે. પેટ કમિન્સ એક વિશ્વવિખ્યાત બોલર છે. તેણે પોતાની ફાસ્ટ બોલિંગથી વિશ્વના સારામાં સારા બેટ્સમેનોને પછાડી દીધા છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે આવતા મહિનેથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનાર એશિઝ સીરીઝમાં તેની લીડરશીપમાં ઓસ્ટ્રેલિયા કેવું પ્રદર્શન કરશે.

પેટ કમિન્સની સાથે સ્ટીવ સ્મિથ પણ લીડરશીપ ગ્રુપમાં જોડાશે. પેટ કમિન્સને કેપ્ટન તરીકે જ્યારે સ્ટીવ સ્મિથને વાઇસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે સ્મિથ પર 2 વર્ષનો બેન લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે જબરદસ્ત વાપસી કરી હતી. જેના આધારે હવે તેને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.

સ્ટીવ સ્મિથની લીડરશીપ ગ્રુપમાં વાપસી થતા ચાહકો તેને શુભ સંકેત માની રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના કેપ્ટન ટીમ પેનએ અચાનકજ રાજીનામું આપી દીધા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા પેટ કમિન્સની કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે. જ્યારે ટીમના વાઇસ કેપ્ટન તરીકે સ્ટીવ સ્મિથની પસંદગી કરવામાં આવી છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ ટીમના 47માં કેપ્ટન તરીકે પેટ કમિન્સની પસંદગી કરી છે. પેટ કમિન્સ ફાસ્ટ બોલર છે અને તેની સારા બોલર તરીકે ગણના થાય છે. તે છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ સાથે જોડાયેલો છે અને સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેથી તેને આ એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

કેપ્ટન તરીકે પસંદગી થયા બાદ પેટ કમિન્સે કહ્યું કે ‘હું અને સ્ટિવ સાથે કામ કરીશું. તેણે વધુમાં કહ્યું કે ‘મેં ધાર્યુ નહોતું એવી તક મને મળી છે. હું આ જવાબદારી મળવા બદલ ખૂબ જ કૃતજ્ઞ છું. વાઇસ કેપ્ટન બન્યા બાદ સ્ટીવ સ્મિથે કહ્યું કે, હું અને પેટ લાંબા સમયથી સાથે રમી રહ્યા છીએ તેથી અમે એકબીજાની સ્ટાઇલથી વાકેફ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *