બુમરાહ અને શમીથી પણ ઘાતક બોલરોની ટીમ ઇન્ડિયામાં થઇ એન્ટ્રી, વન-ડે સિરીઝમાં મચાવશે ધૂમ…

તાજેતરમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં 2-1થી હારનો સામનો કર્યો છે. ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીના રોજ વનડે સીરીઝનો પ્રારંભ થશે. બીસીસીઆઇ દ્વારા વનડે સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ઘણા યુવા ખેલાડીઓને આ સીરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

આફ્રિકા સામેની વનડે સીરીઝમાં રોહિત શર્માની ગેરહાજરીના કારણે કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. ભારતીય ટીમ સાઉથ આફ્રિકાને ત્રણ મેચની વનડે સીરીઝમાં હરાવીને બદલો લેવા માંગે છે. ઘણા અનુભવી ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

આઇસીસી વનડે વર્લ્ડકપ 2023ને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને સમાવવામાં આવ્યા છે. ખતરનાક ઝડપી બોલરોને આ સીરીઝમાં જગ્યા આપવામાં આવી છે. બે ઝડપી બોલર જે ટીમ ઇન્ડિયા માટે બુમરાહ અને મોહમ્મદ શમી જેવા અસરકારક સાબિત થઇ શકે છે. તો ચાલો જાણીએ તે બંને કોણ છે.

તમને જણાવી દઇએ કે આઇપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં જબરદસ્ત પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને આફ્રિકા સામેની વનડે સીરીઝમાં સામેલ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં તેની પસંદગી કરવામાં આવી હતી પરંતુ મેચ રમવાની તક મળી ન હતી. આફ્રિકાની પીચો ઝડપી બોલરોની સપોર્ટ કરે છે. આવી સ્થિતિમાં આ ખેલાડી કરામત કરી શકે છે.

આ ઉપરાંત આફ્રિકા સામેની વનડે સિરીઝમાં મોહમ્મદ શમીની કમી પૂરી કરવા માટે નવદીપ સૈનીને જગ્યા આપવામાં આવી છે. આ ખેલાડી યુવા બોલર છે અને તેની બોલિંગ બેટ્સમેનો માટે માથાનો દુખાવો બની શકે છે. નવદીપ સૈની પાસે 140 કિમીની ઝડપે બોલિંગ કરવાની આવડત છે. લાંબા સમય બાદ આ ખેલાડી ટીમ ઇન્ડિયામાં કાયમી સ્થાન બનાવી શકે છે.

આફ્રિકા સામેની વનડે સીરીઝમાં આ બંને ખેલાડીઓ ઉપરાંત શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ ઐયર, ઇશાન કિશન, યુજવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, દિપક ચહર જેવા ખેલાડીઓને લાંબા સમય બાદ ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય ટીમ આફ્રિકા સામેની વનડે સીરીઝ જીતીને અજાયબીઓ રચી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *