ચાલુ મેચે આ ઘાતક ખેલાડી ઇજાગ્રસ્ત થતા ટીમ ઇન્ડિયાની ચિંતા વધી, IPLમાંથી પણ થઇ શકે છે બહાર…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં ભારતીય ટીમે ત્રીજી મેચ જીતીને સમગ્ર સિરીઝ પર 3-0થી ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે સિરીઝ બાદ ટી-20 સિરીઝમાં પણ વાઇટવોશ કર્યું છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે 24 ફેબ્રુઆરીના રોજ ત્રણ મેચોની ટી-20 સિરીઝની શરૂઆત કરવા જઇ રહી છે.

વિરાટ કોહલી બાદ કેપ્ટન તરીકે રોહિત શર્માએ ભારતીય ટીમની કમાન ખૂબ સારી રીતે સંભાળી છે. રોહિત શર્માએ કમાન સંભાળ્યા બાદ ભારતીય ટીમ એક પણ મેચ હારી નથી. રોહિત શર્મા દ્વારા વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી હતી. રોહિત શર્મા આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને મજબૂત પ્લેઇંગ ઇલેવન તૈયાર કરી રહ્યો છે.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રવિવારના રોજ ત્રીજી ટી-20 મેચ રમાઇ હતી. જેમાં ભારતીય ટીમે 18 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. આ સાથે જ ભારતીય ટીમે વન-ડે સિરીઝ બાદ ટી-20 સિરીઝમાં પણ વિજય પ્રાપ્ત કર્યો છે. આ મેચમાં આ ઘાતક ખેલાડી શરૂ મેચે બહાર થયો હતો. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે અને કયા કારણોસર તે બહાર થયો હતો.

તમને જણાવી દઇએ કે ભારતીય બોલર દિપક ચહર રવિવારે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટી-20 મેચ દરમિયાન શરૂ મેચે બહાર ગયો હતો. આ ખેલાડી પોતાના ક્વોટાની બીજી ઓવર ફેંકી રહ્યો હતો. પરંતુ તે આ ઓવરના પાંચ બોલ ફેકીને બહાર ગયો હતો. દીપક ચહરને હેમસ્ટ્રિંગમાં ઇજા થવાને કારણે તે પોતાની ઓવરનો છેલ્લો બોલ ફેંકી શક્યો ન હતો.

દીપક ચહર પોતાની બીજી ઓવરના છેલ્લા બોલે રન અપ દરમિયાન લંગડાવા લાગ્યો અને મેદાનની બહાર ગયો હતો. તેની ઇજા કેટલી ગંભીર છે તેની તપાસ કરવામાં આવી રહી છે. ઇજા ગંભીર હશે તો તે આઇપીએલમાં પણ રમી શકશે નહીં. આ ખેલાડીને ચેન્નઇ સુપરકિંગ્સ દ્વારા 14 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે પરંતુ ઇજાના કારણે બહાર પણ રહી શકે છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાવાની છે. આવી સ્થિતિમાં દીપક ચહરની ઇજા વધારે ગંભીર હશે તો તેને સિરીઝમાંથી પણ બહાર રાખવામાં આવી શકે છે. સમગ્ર સિરીઝ દરમિયાન ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય બોલરોએ વિકેટ લઇને વેસ્ટ ઇન્ડીઝની ટીમનો સફાયો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *