ટીમ ઇન્ડિયાની ચિંતા વધી, ટી-20 સિરીઝ શરૂ થાય તે પહેલાં જ આ બે ઘાતક ખેલાડીઓ થયા બહાર, કારણ છે કંઇક આવું…

તાજેતરમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાઇ રહી હતી. જેમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને ત્રણેય મેચોમાં હરાવીને 3-0થી જીત મેળવી છે. ઘણા લાંબા સમય બાદ ભારતીય ટીમે તમામ મેચો પર વિજય મેળવીને સિરીઝ જીતી છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ ત્રણ મેચોની ટી-20 સિરીઝ 16 ફેબ્રુઆરીથી કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે શરૂ થવાની છે.

16 ફેબ્રુઆરીથી શરૂ થતી ત્રણ મેચોની આ ટી-20 સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા પહેલેથી જ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ કોઇપણ હાલતમાં આ સિરીઝ પર વિજય મેળવવા પ્રયત્ન કરશે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝમાં ભારતીય ખેલાડીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ ટી-20 સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમને બે મોટા ઝટકા લાગ્યા છે. ભારતીય ટીમના આ બે મોટા મેચવિનર ખેલાડીઓ સિરીઝ શરૂ થાય તે પહેલાં જ બહાર થયા છે. તો ચાલો જાણીએ આ બંને ખેલાડીઓ કોણ છે.

તમને જણાવી દઇએ કે તાજેતરમાં બીસીસીઆઇ દ્વારા જાહેરાત કરવામાં આવ્યું છે કે વાઇસ કેપ્ટન કેએલ રાહુલ અને સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલ વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝમાંથી બહાર થયા છે. ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ ટીમનો સૌથી મજબૂત બેટ્સમેન છે અને રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં અક્ષર પટેલ પણ ખૂબ જ અસરકારક સાબિત થઇ શક્યો હોત, પરંતુ આ બંને ખેલાડીઓ તાજેતરમાં બહાર થયા છે.

તમને જણાવી દઇએ કે રાહુલને બીજી વન-ડે મેચમાં ફિલ્ડીંગ કરતી વખતે ડાબા હાથના ઉપરના ભાગે ખેંચાણ થવાના કારણે ઇજા થઇ હતી. આ જ સમયે અક્ષર પટેલ તાજેતરમાં કોરોના સંક્રમિત થયો હોવાને કારણે આ બંને ખેલાડીઓ ટી-20 સિરીઝ દરમિયાન બહાર જોવા મળશે. આવી સ્થિતિમાં રાહુલના સ્થાને ગાયકવાડને ઓપનિંગ કરવાની તક મળી શકે છે.

ટી-20 સિરીઝ શરૂ થાય તે પહેલાં આ બંને ખેલાડીઓ બહાર થયા હોવાના કારણે ભારતીય કેપ્ટન રોહિત શર્મા મૂંઝવણમાં મુકાયો છે. કારણ કે આ પહેલા પણ ઘણા ભારતીય ખેલાડીઓ ઇજાગ્રસ્ત અથવા કોરોના સંક્રમિત થવાને કારણે બહાર થયા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ સિરીઝમાં પહેલેથી જ મજબૂત પકડ કરવા ઇચ્છે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *