ટીમ ઇન્ડિયાની ચિંતામાં વધારો, પાકિસ્તાન સામેની મેચ બાદ આ ખેલાડીની હાલત બગડતા લઇ જવાયો હોસ્પિટલ…

ટી 20 વર્લ્ડ કપ 2021 માં ભારતે પોતાની પહેલી જ મેચ પાકિસ્તાન સામે 24 ઓકટોબરના રોજ દુબઈમાં રમી હતી. જેમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે માત આપી આઈસીસી ટી 20 વર્લ્ડકપમાં ભારત સામે પહેલી વખત જીત મેળવી હતી. આ મેચ પહેલા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ભારત આ મેચ આસાનીથી જીતી જશે પરંતુ પાકિસ્તાને આ મેચ એક તરફ જીતી પોતાની તૈયારીઓ દર્શાવી હતી.

મેચ ની વાત કરીએ તો ટોસ જીતીને પાકિસ્તાને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકશાન પર માત્ર 151 રન બનાવ્યા હતા. જેમાં ભારતીય ટીમ તરફથી સૌથી વધુ વિરાટ કોહલીએ 57 રન બનાવ્યા હતા.

રનનો પીછો કરવા માટે ઉતરેલી પાકિસ્તાન ટીમે માત્ર 17.5 ઓવરમાં આ ટાર્ગેટને પૂરો કરી મેચને પોતાના કબજામાં કરી લીધી હતી. આ મેચમાં પાકિસ્તાન ટીમ તરફથી સૌથી વધુ રિઝવાને 79 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન બાબરે 68 રનની અણનમ ઇનિંગ રમી હતી.

પોતાની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાને આ કરારી હાર બાદ એક બીજો મોટો ફટકો પડયો છે. પાકિસ્તાન સામેની મેચ બાદ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. હાર્દિક પંડ્યા આ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો અને તે હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો ભય છે.

પાકિસ્તાન સામેની મેચ બાદ હાર્દિક પંડ્યાને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યા ઈજાને કારણે પાકિસ્તાન સામેની મેચમાં ફિલ્ડીંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો ન હતો અને તેની જગ્યાએ ઈશાન કિશનને સમગ્ર મેચ દરમિયાન ફિલ્ડિંગ કરી હતી.

મળતી માહિતી મુજબ, હાર્દિક પંડ્યાને બેટિંગ કરતા સમયે જમણા ખભામાં ઈજા થઈ હતી. મેચ બાદ તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યા હતો. હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામે 8 બોલમાં 11 રન બનાવ્યા હતા. ભારતે હવે આગામી મેચ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાની ઈજાએ ભારતનું ટેન્શન વધાર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *