ટીમ ઇન્ડિયાના આફ્રિકા પ્રવાસનું શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે પ્રથમ મેચ…

ન્યૂઝીલેન્ડની ટીમને ઘરેલુ મેચોમાં હરાવ્યા બાદ હવે ભારતીય ટીમ આફ્રિકાના પ્રવાસે જવાની છે. તે પહેલા આફ્રિકા પ્રવાસનું શિડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમાવાની છે.

સાઉથ આફ્રિકા સામે રમાનારી ટેસ્ટ મેચો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. જે 2023 વર્લ્ડ કપ ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટ છે. આ સિવાય 3 વનડે મેચોની સીરીઝ પણ રમાવાની છે. આફ્રિકાના પ્રવાસે ઘણા બધા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે. જ્યારે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા કેટલાક ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવી શકે છે.

આફ્રિકાના પ્રવાસે ભારત ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમશે. જેની શરૂઆત 26 ડિસેમ્બરથી થશે. CSA ક્રિકેટ સાઉથ આફ્રિકાએ સોમવારે ભારત વિરુદ્ધ ઘરેલુ સિરીઝનો અપડેટ કાર્યક્રમ જાહેર કર્યો છે. બંને ટીમો વચ્ચે ટી 20 સિરીઝ પણ રમાવાની હતી. પરંતુ કોરોનાના નવો વેરિએન્ટ ઓમિક્રોન ફેલાતા આ સિરીઝને સ્થગિત કરી પ્રવાસને એક સપ્તાહ સુધી ટાળી દેવામાં આવ્યો હતો.

પરંતુ હવે ફરી એક વખત CSA ક્રિકેટ સાઉથ આફ્રિકા દ્વારા નવા કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત બોક્સિંગ ડે ટેસ્ટનું આયોજન 26 ડિસેમ્બરથી થશે. 26 ડિસેમ્બરથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાશે.

જ્યારે બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ જોહનિસબર્ગના વાન્ડર્સમાં રમશે. સિરીઝની બીજી ટેસ્ટ મેચ 3થી 7 જાન્યુઆરી સુધી રમાશે. જ્યારે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ 11થી 15 જાન્યુઆરી વચ્ચે રમાશે અને ત્યારબાદ ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાશે.

વન-ડે સિરીઝનું આયોજન 19થી 23 જાન્યુઆરી ની વચ્ચે કરવામાં આવશે. વન-ડે સિરીઝની પહેલી બંને મેચો પાર્લમાં રમેશે. જ્યારે ત્રીજી અને અંતિમ વન-ડે મેચ કેપટાઉનમાં રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *