ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધ્યું, ટી-20 વર્લ્ડકપ પહેલા આ ચાર ખેલાડીઓ થયા નાપાસ…

આઈપીએલ 2021 ના બીજા તબક્કાનું આયોજન યુએઈ ખાતે કરવામાં આવ્યું છે. જે 15 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. ત્યારબાદ તરત જ ટી-20 ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થવા જઇ રહ્યો છે. તેથી આઇપીએલ 2021ને વર્લ્ડ કપની તૈયારીઓ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2021 માટે પસંદગી પામેલા 15 સભ્યોની ટીમના 10 ખેલાડી લીગથી બહાર થઇ ચૂક્યા છે. જેમાંથી 6 ખેલાડીઓ એવા છે જેનું પ્રદર્શન આઈપીએલ 2021 માં સાવ સાધારણ જોવા મળ્યું હતું. જેણે ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધાર્યું છે.

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અને મેચવિનર હાર્દિક પંડ્યાની પસંદગીને લઈને ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. તે આઈપીએલ 2021 માં ખૂબ જ ખરાબ ફોર્મમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તેણે આખી સીરીઝ દરમિયાન બોલિંગ નહોતી કરી. તેથી તેની પસંદગીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ઈશાન કિશનને પણ ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધાર્યું છે. ભલે તે છેલ્લી બે મેચમાં ફોર્મમાં જોવા મળ્યો હોય પરંતુ આઈપીએલ 2021 માં તેણે 10 મેચોમાં 27ની સરેરાશથી 241 રન બનાવ્યા છે. જેમાં 2 અડધી સદી સામેલ છે. જોકે ગત સિઝનમાં ઈશાન કિશનને 14 મેચોમાં 57ની સરેરાશથી 516 રન બનાવ્યા હતા. જેમાં 4 અડધી સદી સામેલ હતી.

મુંબઈના લેગ સ્પિનર રાહુલ ચાહર પણ આઈપીએલમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. તેણે 11 મેચમાં માત્ર 13 વિકેટ લીધી છે. જ્યારે ગત સિઝનમાં તેણે 15 વિકેટ હાંસલ કરી હતી. આ ઉપરાંત આઈપીએલ 2021 માં તેના ખરાબ પ્રદર્શનના કારણે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

આ સિવાય ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર હૈદરાબાદ તરફથી રમતા 11 મેચમાં માત્ર 6 વિકેટ હાંસલ કરી છે. જે એક ચિંતાનો વિષય છે. ભુવનેશ્વરના આ કંગાળ પ્રદર્શને ટીમ ઇન્ડિયાની ચિંતા વધારી છે. ટી-20 વર્લ્ડકપ પહેલા આ ચાર ખેલાડીઓ પોતાનું પ્રદર્શન દેખાડવામાં નાપાસ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *