ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડરનો કોરોના પોઝિટિવ આવતા ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી-20 મેચ સ્થગિત…

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે રમાનાર બીજી ટી-20 મેચને સ્થગિત કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડરનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જેના કારણે કોલંબોમાં રમાનાર આજની મેચને એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

બીસીસીઆઈ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આજે રમાનારી મેચ રદ્દ કરી દેવામાં આવી છે.

મળતી માહિતી મુજબ કૃણાલ પંડ્યાની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ આવ્યા પછી ભારત અને શ્રીલંકા બંને ટીમોના ખેલાડીઓને આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે. કૃણાલ પંડ્યાની સંપર્કમાં આવેલા તમામ ખેલાડીઓ પર નજર રાખવામાં આવશે.

આજે રમાનારી મેચને એક દિવસ માટે ટાળી દેવામાં આવી છે. જોકે આ મેચ બુધવારે રમાશે તેવું કહી શકાય નહીં. કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે પૂરી ટીમે આજે જ RT-PCR ટેસ્ટમાંથી પસાર થવું પડશે.

ભારતે વન-ડે શ્રેણી તો 2-1થી જીતી લીધી છે. જ્યારે ટી-20 શ્રેણીમાં 1-0થી આગળ છે. શ્રીલંકા પ્રવાસ પર આવી ઘટના પહેલી વાર નથી બની. આ પહેલા પણ વન-ડે શ્રેણી સ્થગિત કરવામાં આવી હતી. કારણ કે શ્રીલંકાની ટીમના બેટિંગ કોચ અને વીડિયો વિશ્લેષક સિરીઝ શરૂ થયા પહેલા કોવિડ-19 પોઝિટિવ આવ્યા હતા.

નોંધનીય છે કે ભારતની બે ટીમો જુદા જુદા દેશમાં અત્યારે મેચ રમી રહી છે. એક ટીમ ઈંગ્લેન્ડ છે. જ્યારે બીજી ટીમ શ્રીલંકામાં છે. ઇંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમનાં બે ખેલાડીઓનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં ઋષભ પંત હાલમાં જ કોરોના વાયરસને મ્હાત આપીને પરત આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *