ટીમ ઇન્ડિયાને લાગ્યો બીજો મોટો ઝટકો, દીપક ચહર બાદ આ મેચવિનર ખેલાડી ઇજાને કારણે થયો બહાર…

સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન મળેલી કારમી હાર બાદ ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝની બધી મેચોમાં જીત મેળવી છે. હાલમાં ભારતીય ટીમ શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે. આ ઉપરાંત બે મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમવાની છે. બીસીસીઆઇ દ્વારા આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.

શ્રીલંકા સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને રિષભ પંતને આરામ આપવામાં આવ્યો હતો, આવી સ્થિતિમાં તે આ સિરીઝમાં રમશે નહીં. આ ઉપરાંત વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ દરમિયાન ભારતીય ખેલાડી દીપક ચહર ઇજાગ્રસ્ત થયો હતો. ઇજા ગંભીર હોવાને કારણે તે સિરીઝમાંથી બહાર થયો છે.

તાજેતરમાં અહેવાલ પ્રમાણે શ્રીલંકા સામેની ટી-20 સિરીઝ શરૂ થાય તે પહેલાં જ દિપક ચહર ઉપરાંત ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમનો આ મેચવિનર ખેલાડી શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાંથી બહાર થયો છે. છેલ્લા ઘણા સમયથી તે ભારતીય ટીમમાં સારું પ્રદર્શન કરી રહ્યો હતો. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયાનો વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાંથી બહાર થયો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝમાં હીરો બનેલ આ ખેલાડીને હાથના ભાગે થયેલા ફેક્ચરના કારણે તે રમી શકે તેવી સ્થિતિમાં નથી. આ ઇજા ખૂબ જ ગંભીર હોવાને કારણે શ્રીલંકા સામેની સિરીઝમાં તે જોવા મળશે નહીં.

અહેવાલ મુજબ સૂર્યકુમાર યાદવ વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટી-20 મેચમાં ઇજાગ્રસ્ત થયો હતો. તે કેટલા સમયમાં વાપસી કરશે તે હજુ જાણી શકાયું નથી. આ પહેલા દીપક ચહર ઇજાગ્રસ્ત થયો હતો અને તેને પાંચ થી છ અઠવાડિયાનો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવ પણ ઘણાં લાંબા સમય સુધી બહાર રહી શકે છે.

સૂર્યકુમાર યાદવ છેલ્લા ઘણા સમયથી સારા ફોર્મમાં ચાલી રહ્યો હતો. તેણે પોતાના દમ પર ઓછા બોલમાં વધુ રન ફટકારીને ભારતીય ટીમને જીત તરફ લઇ ગયો હતો. આ ઉપરાંત આ ખેલાડીમાં ઇનિંગ સાંભળવાની બેવડી ક્ષમતા રહેલી છે. તે એક શાનદાર ફિનીશર તરીકે ભારતીય ટીમમાં અગત્યનું સ્થાન ધરાવતો હતો. તેણે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં મેન ઓફ ધ સિરિઝનો ખિતાબ જીત્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *