ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ પહેલાં જ આ મેચ વિનર ખેલાડી થયો બહાર…

સાઉથ આફ્રિકા સામેની શરમજનક હાર ભૂલીને ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે નવી શરૂઆત કરવા માંગે છે. કારણકે સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમને કરારી હારનો સામનો કરવો પડ્યો હતો. આફ્રિકા પ્રવાસ પહેલાં જ રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હોવાથી તે સમગ્ર પ્રવાસ માંથી બહાર થઇ ગયો હતો. ત્યારબાદ રાહુલને વન-ડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ તે પોતાની જવાબદારીઓ નિભાવવામાં અસફળ રહ્યો હતો.

આફ્રિકા પ્રવાસ પહેલા ઘણા બધા ભારતીય ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં સૌથી મોટું નામ રોહિત શર્માનું છે. આ સિવાય ઓલરાઉન્ડર ખેલાડીઓની વાત કરીએ તો હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ પણ ઇજાગ્રસ્ત થયા હોવાથી આફ્રિકા પ્રવાસમાંથી બહાર થઇ ગયા હતા. પરંતુ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં આ તમામ ખેલાડીઓની વાપસી થઇ શકે છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં કેપ્ટન રોહિત શર્માની વાપસી થતાની સાથે જ ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે. આફ્રિકા સામે ખરાબ પ્રદર્શન કરનાર ખેલાડીઓ ટીમમાંથી બહાર થઇ શકે છે અને ઘણા બધા યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ શરૂ થાય તે પહેલા જ ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. એક સ્ટાર ખેલાડી ઇજાને કારણે સમગ્ર સિરીઝમાંથી બહાર થઇ ગયો છે. આ ખેલાડી પોતાના દમ પર મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે. તો ચાલો જોઇએ આ ખેલાડી કોણ છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમમાં ખળભળાટ મચી ગયો છે. ટીમ ઇન્ડિયાનો સુપરસ્ટાર ખેલાડી રવિચંદ્રન અશ્વિન ઇજાગ્રસ્ત થયો હોવાને કારણે સમગ્ર સિરીઝમાંથી બહાર થઇ ગયો છે. આફ્રિકા સામે લાંબા સમય બાદ તે વનડે ફોર્મેટમાં પાછો ફર્યો હતો. પરંતુ તે ઇજાગ્રસ્ત થતા ફરી એકવાર ટીમ ઇન્ડિયામાંથી બહાર થઇ ગયો છે.

રવિચંદ્રન અશ્વિનની જાદુઇ બોલિંગ રમવી કોઇ પણ બેટ્સમેન માટે સરળ નથી અને ખાસ કરીને ભારતીય પિચો હંમેશા સ્પિનરોને મદદરૂપ થાય છે. આવી સ્થિતિમાં રવિચંદ્રન અશ્વિન શાનદાર પ્રદર્શન કરી શક્યો હોત. પરંતુ તે ઇજાગ્રસ્ત થતા સમગ્ર સિરીઝમાંથી બહાર થઇ ગયો છે. અશ્વિન ઘણા વર્ષોથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય છે. તેની પાસે અનુભવનો ભંડાર છે. જે ટીમ ઇન્ડિયા માટે કામ આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *