ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ટી-20 સિરીઝ શરૂ થાય તે પહેલાં જ આ ઘાતક ખેલાડી થયો બહાર…
ભારતીય ટીમે તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં જીત મેળવી છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ 16 ફેબ્રુઆરીથી કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે ત્રણ મેચોની ટી-20 સિરીઝ શરૂ થવાની છે. બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત પહેલેથી કરવામાં આવી છે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં સામેલ કરવામાં આવ્યા છે.
વિરાટ કોહલીએ રાજીનામું આપ્યા બાદ ભારતીય ટીમના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત રોહિત શર્માએ કેપ્ટનશીપ સંભાળ્યા પછી ભારતીય ટીમ એક પણ મેચ હાર્યું નથી. આવી સ્થિતિમાં ફરી એકવાર વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સીરીઝમાં ભારતીય ટીમ તમામ મેચો પર વિજય મેળવવા પ્રયત્ન કરશે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમનો આ ઘાતક ખેલાડી સિરીઝ શરૂ થાય તે પહેલાં જ બહાર થયો છે. આ પહેલાં પણ ઘણા ખેલાડીઓ બહાર થયા હતા. આવી સ્થિતિમાં ભારતીય મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી વોશિંગ્ટન સુંદર સિરીઝ શરૂ થાય તે પહેલાં જ બહાર થયો છે. સુંદરને હેમસ્ટ્રીંગમાં ઇજાને કારણે બહાર થવું પડ્યું છે. ભારતીય ટીમને રવિન્દ્ર જાડેજા બાદ આ મોટો ઝટકો લાગ્યો છે. આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યો હતો.
વોશિંગ્ટન સુંદર છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં સારું પ્રદર્શન કરી રહ્યો હતો. આ ખેલાડી બોલિંગ ઉપરાંત બેટિંગ કરવામાં પણ માહેર છે. આ ખેલાડીએ આઇપીએલમાં પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. તાજેતરમાં સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા વોશિંગ્ટન સુંદરને 8.75 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે.
વોશિંગ્ટન સુંદર પહેલા પણ ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ અને સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલ આ સિરીઝમાંથી બહાર થયા છે. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્માને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમ કોઇપણ હાલતમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 મેચમાં વિજય મેળવવા પ્રયત્ન કરશે.