મુશ્કેલીમાં છે ટીમ ઇન્ડિયા, આ ઘાતક ખેલાડી બની શકે છે ગેમ ચેન્જર…
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. જેમાં પ્રથમ ટેસ્ટ ભારતીય ટીમે 113 રનથી જીતી હતી. પરંતુ બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરીઝ હાલ 1-1 થી બરાબર છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હાલ ત્રીજી ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમાઇ રહી છે.
ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 223 રન બનાવ્યા હતા. જેમાં કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધારે 79 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય પુજારાએ 43 અને પંતે 27 રન બનાવ્યા હતા. જેના દમ પર ભારતીય ટીમ 223 રન સુધી પહોંચી શકી હતી.
તમને જણાવી દઇએ કે સાઉથ આફ્રિકાની પિચો ફાસ્ટ બોલરો માટે અનુકૂળ છે. પરંતુ કેપટાઉનમાં સ્પિનરો પણ નિર્ણય સ્પેલ ફેંકી શકે છે. કેપટાઉનમાં 2020 થી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઝડપી બોલેરો દ્વારા 130 વિકેટો લેવામાં આવી છે. તે જ સમયે સ્પિનરો દ્વારા 85 ક્રિકેટ લેવામાં આવી છે. તેથી કેપટાઉનની પીચ પર સ્પિનરોની ભૂમિકાને નકારી શકાય તેમ નથી.
ભારતીય ટીમમાં એકમાત્ર સ્પિનર રવિચંદ્રન અશ્વિનને સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય ચાર ફાસ્ટ બોલરોને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે. આ ચારેય ફાસ્ટ બોલરો કરતા પણ વધારે રવિચંદ્રન અશ્વિનને ભૂમિકા મહત્વની રહી શકે છે.
સાઉથ આફ્રિકાના સ્પિનર બોલર કેશવ મહારાજે પ્રથમ દિવસે જબરદસ્ત બોલિંગ કરી હતી. તેને પાંચ ઓવરમાં માત્ર 14 રન આપીને એક વિકેટ મેળવી હતી. તેના પરથી કહી શકાય કે કેપટાઉન ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિનની ભૂમિકા પણ મહત્વની રહેશે. તે ભારતીય ટીમ માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.
ભારતીય પિચો રવિચંદ્રન અશ્વિનનો જાદુ જોવા મળે છે. પરંતુ જો આ જાદુ કેપટાઉનની પર જોવા મળશે તો ભારતીય ટીમ આ ટેસ્ટ મેચને આસાનીથી જીતી શકે છે. તેથી કહી શકાય કે રવિચંદ્રન અશ્વિન અંતિમ અને નિર્ણાયક ટેસ્ટ મેચમાં ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.