ટીમ ઇન્ડિયાને મળ્યો ધોનીથી પણ વધુ ઘાતક ખેલાડી, હેલિકોપ્ટર શોર્ટ ફટકારી મચાવી તબાહી… – જુઓ વિડિયો

ભારતીય ટીમ હાલમાં પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં ઘર આંગણે ઇંગ્લેન્ડનો સામનો કરી રહી છે. તે જ સમયે હાલમાં અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. જેમાં ભારતીય ટીમ સતત મેચો જીતી રહી છે અને હાલ પોઇન્ટ ટેબલમાં નંબર વન પર ચાલી રહી છે. ભારતીય ટીમની વાત કરવામાં આવે તો તમામ ખેલાડીઓ હાલ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે અને લાગી રહ્યું છે કે આ વર્ષે પણ ભારતીય ટીમ ફાઇનલ સુધી પહોંચશે.

ભારતીય ટીમની વાત કરવામાં આવે તો હાલમાં જ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 30 જાન્યુઆરીએ મેચ રમાઈ હતી. જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને 214 રનથી હરાવ્યું છે અને એક મોટી જીત મેળવી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 295 રનનો એક વિશાળ સ્કોર બનાવ્યો હતો અને જીત માટે ન્યૂઝીલેન્ડને 296 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમે 28.1 ઓવરમાં માત્ર 81 રન બનાવ્યા હતા. જેના કારણે ભારતને આટલી મોટી જીત મળી છે.

આ મેચમાં ભારત તરફથી સૌથી વધુ મુશીર ખાને 126 બોલમાં 131 રન બનાવ્યા હતા. મુશીર ખાને આ ઇનિંગ દરમિયાન 13 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જેના કારણે ભારતીય ટીમનો સ્કોર 300ની નજીક પહોંચી શક્યો હતો. તમને જણાવી દઈએ કે મુશીર ખાને આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ પહેલા પણ તેણે આયર્લેન્ડ સામે 118 ઈનિંગ રમી હતી.

ન્યૂઝીલેન્ડ સામે 131 રનની ઈનિંગ દરમિયાન તેના બેટેથી એક હેલિકોપ્ટર શોટ પણ નીકળ્યો હતો. જે જોયા બાદ લોકોને મહેન્દ્રસિંહ ધોનીની યાદ આવી હતી. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

જુઓ વિડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *