ટીમ ઇન્ડિયાને મળ્યો ધોની જેવો ફિનિશર, મેગા ઓક્શનમાં થશે રૂપિયાનો વરસાદ…
આઇપીએલ 2022 પહેલા જાન્યુઆરી મહિનામાં મેગા ઓક્શન યોજાશે. તે પહેલા દરેક ટીમે પોતાની રીટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કરી દીધા છે. ઘણી બધી ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ચોંકાવનારા નિર્ણયો લેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે આ વર્ષે 8ને બદલે 10 ટીમો ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે. કારણકે આઇપીએલ 2021 બાદ અમદાવાદ અને લખનઉ એમ બે નવી ટીમો ટી 20 લીગ સાથે જોડાઇ ગઇ છે.
આઇપીએલની જૂની આઠ ટીમોએ 30 નવેમ્બરના રોજ પોતાના રિટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા હતા. ત્યાર બાદ હવે બંને નવી ટીમોને પોતાના ખેલાડીઓ પસંદ કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે. આ બંને નવી ટીમો હરાજી પુલમાંથી ત્રણ-ત્રણ ખેલાડીઓની પસંદગી કરી શકશે.
આઇપીએલમાં દર વર્ષે ડોમેસ્ટિક ક્રિકેટમાંથી ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે. આ યુવા ખેલાડીઓ આઇપીએલમાં ધૂમ મચાવીને પોતાનું કરિયર બનાવે છે. આપણે આજે આ લેખમાં એવા જ ઘાતક ખેલાડી વિશે વાત કરવાના છીએ કે જે ધોનીની સ્ટાઇલમાં મેચને ફિનિશ કરવાની તાકાત ધરાવે છે.
ધોનીની જેવી તાકાત ધરાવતો આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ધૂમ મચાવી રહ્યો છે. આ ખેલાડી હિટમેનની જેમ છગ્ગાઓ મારવાનું પણ જાણે છે અને એકલા હાથે મેચ જીતાડવાનું પણ જાણે છે. આ ખેલાડીનું નામ શાહરુખ ખાન છે. શાહરુખ ખાન આઇપીએલ 2021 માં પંજાબ કિંગ્સ તરફથી એક ફિનિશર તરીકે રમતો નજરે આવ્યો હતો.
શાહરૂખ ખાનને પંજાબ કિંગ્સે આઇપીએલ 2021 માં મોંઘી કિંમતે ખરીદ્યો હતો. પરંતુ તે કંઇ ખાસ પ્રદર્શન બતાવી શક્યો ન હતો. પરંતુ હવે મેગા ઓક્શન પહેલા તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ધૂમ મચાવી છે. તેથી મેગા ઓક્શનમાં તેના પર રૂપિયાનો વરસાદ થઇ શકે છે. આ ખેલાડીએ સાબિત કર્યું છે કે તે મેચને સારી રીતે ફિનિશ કરી શકે છે.
આઇપીએલમાં ઘણી બધી એવી ટીમો છે જેની પાસે સારા ફિનિશર નથી. તેથી દરેક ટીમ આ ઘાતક ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કરવા માગશે. હાલમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં તમિલનાડુ તરફથી રમતા શાહરૂખ ખાનને 39 બોલમાં અણનમ 79 રન બનાવ્યા હતા. જેના દમ પર તમિલનાડુએ કર્ણાટકને 151 રને વિશાળ પરાજય આપી 2021-22 વિજય હજારે ટ્રોફીની સેમિફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું.