ટીમ ઈન્ડિયાને મળ્યું સિક્રેટ હથિયાર, આ ઘાતક ખેલાડી કરશે બોલરોની ધુલાઇ…

ભારતીય ટીમ આજે સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ રમશે. આ મેચ આજે બપોરે 1:30 વાગે શરૂ થશે. ભારતીય ટીમ માટે આ સિરીઝ જીતવી ખૂબ જ જરૂરી છે કેમ કે આ પહેલા એક પણ વખત ભારત આફ્રિકા ધરતી પર ટેસ્ટ સીરીઝ જીતી શકી નથી. આ ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત બીસીસીઆઈ દ્વારા પહેલેથી જ કરવામાં આવી છે.

આફ્રિકા સીરીઝ શરૂ થાય તે પહેલાં જ ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ઇજાને કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર ગયો છે. આ ઉપરાંત તેની સાથે ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ પહેલેથી જ બહાર છે. આવી સ્થિતિમાં ભારતીય મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ઘણા ખેલાડીઓ ખરાબ ફોર્મના કારણે બહાર થઇ શકે છે.

પ્રથમ મેચ શરૂ થાય એ પહેલાં અગત્યની વાત એ છે કે પ્રથમ ટેસ્ટ મેચમાં પસંદગીકારો કયા ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપશે. ટીમ ઇન્ડિયામાં ઘણા ખેલાડીઓ સામેલ છે. પરંતુ એક એવા ખેલાડી ની વાત કરીએ કે જે પોતાની તોફાની બેટિંગ માટે જાણીતો છે. આ બેટ્સમેન કેપ્ટન વિરાટ કોહલી અને ઓપનર કેએલ રાહુલ ની જેમ આક્રમક બેટિંગ કરે છે.

તમને જણાવી દઈએ કે આ ખેલાડી મયંક અગ્રવાલ છે. મયંક અગ્રવાલની લાંબી સિક્સર મારવાની કળાથી દરેક વ્યક્તિ સારી રીતે વાકેફ છે. તે મોટી ઇનિંગ્સ રમવા માટે જાણીતો છે. જ્યારે તે પોતાની લયમાં હોય છે ત્યારે કોઈ પણ બોલિંગ આક્રમણને તોડી શકે છે. તેની ક્લાસિક બેટિંગના દરેક લોકો દિવાના છે. આ ખેલાડી છેલ્લા લાંબા સમયથી સારા ફોર્મમાં છે.

મયંક અગ્રવાલે ન્યૂઝીલેન્ડ સામે તોફાની સદી ફટકારી હતી અને ભારતીય ટીમને જીત ના દરવાજા સુધી લઈ ગયો હતો. ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં પણ મયંક અગ્રવાલ એ સારું પ્રદર્શન કર્યું છે. મયંકે 2018માં ઓસ્ટ્રેલિયા સામે ભારત માટે ટેસ્ટ ડેબ્યું કર્યું હતું. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઇચ્છે છે કે તેનું બેટ દક્ષિણ આફ્રિકા સામે ઉપડી જાય. આ ખેલાડી મોટી ઇનિંગ્સ રમીને ભારતનું હથિયાર બની શકે છે.

ભારતીય ટીમ તેની બેટિંગના કારણે દુનિયાભરમાં જાણીતી છે. ભારતીય બેટિંગમાં ઘણી ઊંડાઈ રહેલી છે. વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાએ ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે. ટીમ ઇન્ડિયાએ દુનિયાના ખૂણેખૂણે પોતાનો વિજય લહેરાવ્યો છે. પરંતુ ભારતીય ટીમ આજ સુધી એક પણ ટેસ્ટ સિરીઝ આફ્રિકા સામે જીતી શકી નથી. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં આ સીરીઝ જીતી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *