ટીમ ઇન્ડિયાને મળ્યો નવો કિંગ, આ ઘાતક ખેલાડી જલ્દી લેશે વિરાટ કોહલીનું સ્થાન…
ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે. આ પહેલા પણ તેને ટી-20 ફોર્મેટમાંથી રાજીનામું આપ્યું હતું અને બીસીસીઆઇ દ્વારા તેને વન-ડે ફોર્મેટના કેપ્ટનપદેથી હટાવવામાં આવ્યો હતો. હાલમાં વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટના કેપ્ટન પદેથી બહાર થયો છે. આ ઉપરાંત તે પોતાના પ્રદર્શનમાં પણ નિષ્ફળ સાબિત થઇ રહ્યો છે.
ભારતીય ટીમમાં રમવાનું દરેક ખેલાડીનું સપનું હોય છે. ઘરેલુ ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરીને ઘણા ખેલાડીઓ ભારતીય ટીમમાં સ્થાન મેળવતા હોય છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડકપ જીતી હતી. હાલમાં પણ અંડર-19 વર્લ્ડકપ 2022 ચાલી રહ્યો છે. ઘણા ખેલાડીઓએ સારું પ્રદર્શન કરીને પોતાનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે.
તાજેતરમાં અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ વર્લ્ડકપમાં ઘણા ખેલાડીઓનું પ્રદર્શન સારું રહ્યું છે. પરંતુ આ ઘાતક ખેલાડીએ જબરદસ્ત રેકોર્ડ બનાવ્યો છે. આ ખેલાડી વિરાટ કોહલી જેવી પ્રતિભા ધરાવે છે અને ટૂંક સમયમાં ભારતીય ટીમમાં પણ સ્થાન મેળવી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે અંડર-19 વર્લ્ડ કપ ટીમનો કેપ્ટન યશ ધૂલ હાલમાં ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે 2008 અંડર-19 વર્લ્ડકપમાં બનાવેલા કોહલીનો 100 રનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. યશે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 110 રન બનાવ્યા હતા. આવી જબરદસ્ત ઇનિંગ રમીને ભારતે ઓસ્ટ્રેલિયાને 291 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
વિરાટ કોહલી હાલમાં ખૂબ જ ખરાબ ચાલી રહ્યો છે આવી સ્થિતિ યશ ધૂલ ભારતીય ટીમમાં પ્રવેશ મેળવીને વિરાટ કોહલીનું સ્થાન લઇ શકે છે. યશે આ વર્લ્ડકપમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. આ સિવાય એક સફળ કેપ્ટન તરીકે સાબિત થયો છે. આ ખેલાડી વિરાટ કોહલીની જેમ પોતાની ઘાતક બેટિંગ માટે જાણીતો છે.
યશ ધૂલ ભારતીય ટીમમાં ત્રણેય ફોર્મેટમાં લાંબી ઇનિંગ્સ રમી શકે તેવી સક્ષમતા ધરાવે છે. યશ ધૂલના આવા પ્રદર્શનના કારણે તે આગામી સમયમાં વિરાટ કોહલીના સ્થાને ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે છે. આ ઉપરાંત ભારતીય ટીમને પણ એક નવો કિંગ મળી શકે છે. તે ભારતીય ટીમમાં કાયમી જગ્યા બનાવી શકે છે.