ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયા જાહેર, જાણો કોણ કરશે કેપ્ટનશિપ…

ટી 20 વર્લ્ડ કપ બાદ ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ 17 નવેમ્બરના રોજ શરૂ થશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ ટી 20 અને બે ટેસ્ટ મેચ રમાશે. ટી 20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલીએ ટી 20 ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડી દીધી છે. ટી 20 ફોર્મેટ માટે નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે.

ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ પહેલા ભારતીય ટીમના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની પસંદગી કરવામાં આવી છે. બીસીસીઆઇ દ્વારા ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. પહેલી ટેસ્ટમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવશે. તે બીજી ટેસ્ટ મેચથી ભારતીય ટીમ સાથે જોડાશે. કોહલી ઉપરાંત અન્ય સિનિયર ખેલાડીઓને પણ આરામ આપવામાં આવ્યો છે.

પહેલી ટેસ્ટ માટે અજિંકય રહાણેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વિરાટ કોહલી ઉપરાંત જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને પણ આરામ આપવામાં આવ્યો છે. મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુરને પણ પ્રથમ ટેસ્ટ મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. આ સિવાય રિષભ પંતને પણ બાયોબબલમાં લાગેલા થાકના કારણે આરામ આપવામાં આવ્યો છે.

વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝ નહીં રમે. આ ઉપરાંત વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચ પણ નહીં રમે. ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચ માટે અજિંક્ય રહાણેને કેપ્ટન અને ચેતેશ્વર પુજારાને વાઇસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, શુભમન ગીલ, શ્રેયસ ઐયર, રિદ્ધિમાન સાહા, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાની પસંદગી કરવામાં આવી છે.

ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝમાં હાર્દિક પંડ્યા સહિત ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ટી 20 ફોર્મેટમાં હવે રોહિત શર્મા કેપ્ટનશીપ સંભાળશે. જ્યારે પ્રથમ ટેસ્ટ મેચમાં અજિંક્ય રહાણે ભારતીય ટીમની કમાન સંભાળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *