સૂર્યકુમાર યાદવ અને દીપક ચહર ઇજાને કારણે બહાર થતા આ બે યુવા ખેલાડીઓને મળશે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન…

ભારતીય ટીમ શ્રીલંકા સામે 24, 26 અને 27 ફેબ્રુઆરીના રોજ ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ બે મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમવાની છે. આ બંને સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ભારતીય ટીમ 24 ફેબ્રુઆરીના રોજ લખનઉ ખાતે શ્રીલંકા સામે પ્રથમ ટી-20 મેચ રમવાની છે, પરંતુ આ પહેલા જ ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ઘાતક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને ઓલરાઉન્ડર ખેલાડી દીપક ચહર ઇજાગ્રસ્ત થવાને કારણે સિરીઝમાંથી બહાર થયા છે. આ બંને ખેલાડીઓ વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટી-20 મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા.

સૂર્યકુમાર યાદવ અને દીપક ચહર છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા હતા. આ બંને ખેલાડીઓએ ભારતને ઘણી મેચો જિતાડી હતી. પરંતુ તાજેતરમાં એક સાથે ઇજાગ્રસ્ત થતા ભારતીય ટીમને મોટો ફટકો લાગ્યો છે. આવી સ્થિતિમાં તેના સ્થાને આ બે ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવશે. તો ચાલો જાણીએ આ બંને ખેલાડીઓ કોણ છે.

તમને જણાવી દઇએ કે હાલમાં ઇજાગ્રસ્ત થયેલા સૂર્યકુમાર યાદવના સ્થાને ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયરને સ્થાન આપવામાં આવશે. આ ખેલાડી પણ છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયામાં પ્રવેશવા માટે મહેનત કરી રહ્યો હતો. શ્રેયસ ઐયર તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. આ ઉપરાંત તે લાંબી ઇનિંગ પણ રમી શકે છે.

ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી દીપક ચહર ઇજાગ્રસ્ત થયો હોવાને કારણે તેના સ્થાને દીપક હુડાને તક આપવામાં આવશે. આ ખેલાડી બેટિંગ ઉપરાંત બોલિંગમાં માહેર છે. તે ભારતીય મિડલ ઓર્ડરને સારી રીતે સંભાળી શકે છે. આ ખેલાડીને તાજેતરમાં આઇપીએલમાં લખનઉ સુપર જાયન્ટ્સ દ્વારા મોટી બોલી લગાવીને ખરીદવામાં આવ્યો છે.

શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચ શરૂ થાય તે પહેલાં જ આ બંને ઘાતક ખેલાડીઓ બહાર થયા હોવાને કારણે શ્રેયસ ઐયર અને દીપક હુડાને તક આપવામાં આવશે. જો આ બંને ખેલાડીઓ સફળ રહેશે તો આગામી મેચમાં પુનરાવર્તન કરવામાં આવશે. હાલમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ભારતીય ટીમને મજબૂત સ્થિતિમાં લાવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *