સૂર્યકુમારે કહ્યું- અર્શદીપ સિંહ નહીં પરંતુ આ ભારતીય ખેલાડી અમારા માટે બન્યો હારનું કારણ…

ગઈકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટી-20 મેચ રમાઇ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ 5વિકેટે શાનદાર જીત મેળવી છે. ભારતીય ટીમને આ સિરીઝમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ બંને ટીમોના તમામ ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ છે. મેચ પૂર્ણ થયા બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.

સમગ્ર મેચની વાત કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 222 રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમે 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. આ મેચમાં ભારતીય ટીમની બેટિંગ ઘણી સારી હતી પરંતુ બોલિંગ લાઈનમાં ઘણી નિષ્ફળતા મળી હતી. મેચ પૂર્ણ થયા બાદ સૂર્ય કુમાર યાદવે અર્શદીપ સિંહને નહીં પરંતુ આ ભારતીય ખેલાડીને હારનું કારણ ગણાવ્યો છે.

સૂર્યકૂમારે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે આ ભારતીય ખેલાડીના કારણે આજે હાર મળી છે. તે ખૂબ જ મોંઘો સાબિત થયો છે. તેના ખરાબ પ્રદર્શનના કારણે આજે જીત મળી નથી. શરૂ મેચે તેના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે પોતાના પ્રદર્શનમાં ફરી એક વખત નિષ્ફળ રહ્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવે મેચ પૂર્ણ થયા બાદ પ્રસિદ્ધ કૃષ્ણાની બોલિંગ વિશે ઘણી વાતો કહી છે. તેણે જણાવ્યું હતું કે પ્રસિદ્ધ કૃષ્ણાએ આજે પોતાની 4 ઓવર દરમિયાન 68 રન આપ્યા હતા. આજે તેની ઇકોનોમી 17ની રહી છે. આ ઉપરાંત એક પણ વિકેટ લઈ શક્યો નથી. તે ફરી એક વખત ખૂબ જ ખરાબ પ્રદર્શન કરતો જોવા મળ્યો છે. જેના કારણે મુશ્કેલીઓ વધી હતી.

સૂર્યકુમારે વધુમાં જણાવ્યું કે પ્રસિદ્ધ કૃષ્ણા પણ ઘણો ભરોસો હતો. તેને છેલ્લી ઓવર આપવામાં આવી પરંતુ તે જીત અપાવી શક્યો નહીં. રવિ બિશ્નોઈ અને અક્ષર પટેલે ઘણી સારી બોલિંગ કરી પરંતુ ફાસ્ટ બોલીંગ લાઈનમાં ઘણી નબળાઈ જોવા મળી હતી. આવા કારણોસર હારનો સામનો કરવો પડ્યો છે. હવે આગામી મેચોમાં જીત મળે તેવા પ્રયત્નો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *