સુરેશ રૈનાએ મહેન્દ્ર સિંહ ધોનીને લઈ કર્યો ચોંકાવનારો ખુલાસો કહ્યું કે…
સુરેશ રૈનાએ તેના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જો એમ.એસ.ધોની આઈપીએલની આગામી સિઝન નહીં રમે તો હું પણ આઇપીએલ છોડી દઈશ. મિસ્ટર આઈપીએલ તરીકે ઓળખાતા સુરેશ રૈનાએ તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. એક સમયે સુરેશ રૈના આઈપીએલનો હાઈએસ્ટ રન સ્કોરર પણ રહી ચૂક્યો છે.
સુરેશ રૈનાને જ્યારે પૂછવામાં આવ્યું કે, તમે સીએસકે છોડીને કઇ ટીમમાં જશો. ત્યારે સુરેશ રૈનાએ જવાબ આપતા કહ્યું કે, એવું કંઈ નથી. જો એમ.એસ.ધોની આગામી આઈપીએલ નહીં તો હું પણ આઈપીએલ રમવાનું છોડી દઈશ. 15 ઓગસ્ટ 2020ના રોજ એમ.એસ.ધોની અને સુરેશ રૈના બંનેએ એક સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
સુરેશ રૈનાએ તેની કારકિર્દી વિશે વાત કરતા કહ્યું કે, તે જ્યારે ટીમ ઇન્ડિયા સાથે જોડાયો ત્યારે ટીમના કેપ્ટન રાહુલ દ્રવિડ હતા. તેમણે કહ્યું કે, હું જ્યારે ડ્રેસિંગરૂમમાં એન્ટર થયો ત્યારે યુવરાજસિંહે મને એક સવાલ કર્યો હતો કે તમારો ફેવરિટ ક્રિકેટર કોણ છે. ત્યારે મેં જવાબ આપતા કહ્યું કે, મારો ફેવરિટ ક્રિકેટર રાહુલ દ્રવિડ છે.
સુરેશ રૈનાએ કેપ્ટન કોહલી વિશે વાત કરતા કહ્યું કે, તેને નિર્ણાયક મેચમાં સંભાળીને રમવાની જરૂર છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, કોઈ પણ કેપ્ટન માટે સતત જીત મેળવવી શક્ય નથી. તેથી તેને થોડો સમય આપવાની જરૂર છે. હજી પણ વિરાટ કોહલી બે થી ત્રણ વર્લ્ડકપ રમી શકે છે. તેમાં તે સારું પ્રદર્શન કરશે.
સુરેશ રૈનાએ WTCની હારનું કારણ બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ટીમ ઇન્ડિયાની બેટિંગ સાવ સાધારણ જોવા મળી હતી. ફાઇનલ મેચ પહેલા એક પ્રેક્ટિસ મેચ રમવાની જરૂર હતી. આ ઉપરાંત મહત્વપૂર્ણ બાબત એ છે કે નિર્ણાયક મેચમાં વિરાટ કોહલીને સંભાળીને રમવાની જરૂર છે.
સુરેશ રૈનાએ વધુમાં જણાવતા કહ્યું કે, હું તમામ ક્રિકેટના ફોર્મેટ માંથી નિવૃત્ત થયા બાદ યુપીના યંગસ્ટર્સને ક્રિકેટર બનવા માટેની તાલીમ આપીશ. તેઓને ટીમ ઇન્ડિયાનું નામ રોશન કરવા માટે સક્ષમ બનાવે છે.