સુનિલ ગાવસ્કરે હાર બાદ આ દિગ્ગજ ખેલાડીને કહ્યું- હવે તારે નિવૃત્તિ લઇ લેવી જોઇએ…

ટી-20 વર્લ્ડકપની બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઇકાલે રમાઇ હતી. આ મેચમાં ભારતીય ટીમને કારમી હાર મળી છે. ઇંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવીને ફાઇનલ મેચમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમને કારમી હાર મળતાની સાથે જ વર્લ્ડ કપમાંથી પણ બહાર થઇ છે. હાલમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ ટીમમાં બદલાવો કરવાની માંગ કરી રહ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ કપમાં સારી શરૂઆત મળી હતી પરંતુ મહત્વની મેચમાં જ હાર મળવાના કારણે ટુર્નામેન્ટ માંથી બહાર થવું પડ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમ ફરી એક વખત લથડાતી હાલતમાં જોવા મળી છે. આ બધાની વચ્ચે હાલમાં ભારતીય પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે આ દિગ્ગજ ખેલાડીને કહ્યું છે કે હવે તારે સામેથી નિવૃત્તિની જાહેરાત કરવી જોઇએ.

ભારતીય ટીમમાં આ વખતે ઘણા મેચ વિનર ખેલાડીઓ હતા પરંતુ સેમી ફાઇનલ મેચમાં દરેક ખેલાડીઓ નિષ્ફળ સાબિત થયા છે. તાજેતરમાં સુનિલ ગાવસ્કરે આ દિગ્ગજ ખેલાડીને મોટી સલાહ આપી છે અને નિવૃત્તિ લેવાનું કહ્યું છે. તેના કારણે યુવા ખેલાડીઓને પણ સ્થાન મળ્યું નથી. આ ઉપરાંત અન્ય ઘણા નિવેદનો આપ્યા છે. તો ચાલો જાણીએ આ દિગ્ગજ ખેલાડી કોણ છે.

ગાવસ્કરે કહ્યું છે કે રવિચંદ્રન અશ્વિનને દરેક મેચમાં તક આપવામાં આવી પરંતુ તે સફળ રહ્યો નથી. સેમી ફાઇનલ મેચમાં તેણે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. તે પીચ પર સ્પિનરો સફળ રહ્યા હતા પરંતુ અશ્વિન સફળ સાબિત થઇ શક્યો નહીં. આ ઉપરાંત તેની ઉંમર પણ હાલમાં 36 વર્ષની થઇ છે. જેથી હવે તેને સામેથી ટી-20 ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરવી જોઇએ.

ગાવસ્કરે વધુમાં કહ્યું કે અશ્વિનને સામેલ કરવાના ચક્કરમાં ચહલને પણ સ્થાન આપવામાં આવ્યું નહોતું. તે ભારતીય ટીમની સૌથી મોટી ભૂલ ગણી શકાય છે. અશ્વિન તો નિષ્ફળ સાબિત થયો છે પરંતુ ચહલનું કરિયર પણ બરબાદ થયું છે. અશ્વિને હવે પોતાને સમજવું જોઇએ અને યુવા ખેલાડીઓને સ્થાન મળે તેવા હેતુથી નિવૃત્તિ જાહેર કરવી જોઇએ. હાલમાં આ બાબતે ચર્ચા ચાલી રહી છે.

ભારતીય ક્રિકેટ ટીમ ફરી એક વખત બદલાયેલી હાલતમાં જોવા મળશે. ઘણા નવા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવશે. ટી-20 વર્લ્ડ કપ બાદ હવે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર જવાની છે. તેમાં ટી-20 સિરીઝમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને વન-ડે સિરીઝમાં શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઘણા યુવા ખેલાડીઓને પણ સ્થાન મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *