મેગા ઓક્શનમાંથી અચાનક જ આ દિગ્ગજ ખેલાડી થયો બહાર! કારણ છે ચોંકાવનારું…

આઇપીએલ 2022 પહેલા 11, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ ભવ્ય મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. અમદાવાદ અને લખનઉ બંને નવી ટીમ જોડાઈને ટોટલ દસ ટીમો આ હરાજીમાં ભાગ લેશે. મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં કરવામાં આવશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ દુનિયામાં સૌથી વધુ જોવાયેલી લીગ છે. આ મોટી ઇવેન્ટ માટે દુનિયાભરના ખેલાડીઓએ પોતાના નામ હરાજી માટે આપ્યા છે. આ ઉપરાંત આ વર્ષે તમામ ફ્રેન્ચાઇઝીઓ પોતાની પસંદગી અનુસાર મેગા ઓકશનમાંથી ખેલાડીઓની ખરીદી કરશે. આ વર્ષે યોજાનાર મેગા ઓક્શન ઘણું રસપ્રદ રહેશે.

ઘરેલુ ક્રિકેટમાંથી ઘણા ખેલાડીઓ આઇપીએલમાં પ્રવેશવા માટે મહેનત કરતા હોય છે. આ ઉપરાંત આ સમયે ઘણા દિગ્ગજ ખેલાડીઓએ આઇપીએલમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. આ ઘાતક ખેલાડીએ મેગા ઓક્શનમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે રવિવારે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની આગામી આંતરરાષ્ટ્રીય મેચો માટે તેના શરીરને સારું રાખવા માટે તે બાયો બબલથી દૂર રહેવા માંગે છે. તેણે કહ્યું કે હું 22 અઠવાડિયા સુધી બાયો બબલમાં રહેવા માંગતો નથી. તેથી ઇન્ડિયન પ્રીમિયર લીગના મેગા ઓક્શનમાંથી બહાર ગયો છે.

સ્ટાર્કે જણાવ્યું હતું કે મારા માટે ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સને પ્રાથમિકતા આપવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. 2015 પછી પ્રથમ વખત આઇપીએલમાં પરત ફરવાનો હતો પરંતુ તાજેતરમાં તે બાયો બબલથી દૂર રહેવા માટે મેગા ઓક્શનમાંથી બહાર રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા માટે જેટલું બની શકે તેટલું રમવા માંગુ છું. તેથી જ મેં નક્કી કર્યું છે કે હું મારા પરિવાર સાથે સમય પસાર કરીને આરામ કરીશ.

સ્ટાર્કે કહ્યુ કે છેલ્લા બે વર્ષમાં મારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. તાજેતરમાં તે એશિઝ સિરિઝનો ભાગ પણ રહી ચુક્યો હતો અને આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા આગામી સમયમાં ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામે સિરીઝ પણ રમવાની છે. આવી સ્થિતિમાં તે હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા માંગતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *