સ્ટીવ સ્મિથે કહ્યું- હાર્દિક નહીં પરંતુ આ ઘાતક ખેલાડી વનડે સિરીઝમાં બની શકે છે હારનું કારણ…

ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ટેસ્ટ સિરીઝ રમાઇ રહી હતી. આ સિરીઝ હાલમાં પૂર્ણ થઇ છે. હવે 17 માર્ચથી 22 માર્ચ સુધી ત્રણ મેચોની વનડે સિરીઝ રમાવાની છે. હાલમાં બંને ટીમોના ખેલાડીઓ મુંબઇ આવી પહોંચ્યા છે અને પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. આ સિરીઝની પ્રથમ વનડે મેચ 17 માર્ચના રોજ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે.

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડે મેચમાં રોહિત શર્મા ઉપલબ્ધ નથી. પારિવારિક કારણોસર તે આ મેચ રમતો જોવા મળશે નહીં. આવા કારણોસર હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પ્રથમ મેચ શરૂ થાય તે પહેલા જ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સ્ટાર કેપ્ટન સ્ટીલ સ્મિથ દ્વારા ઘણા નિવેદનો આપવામાં આવ્યા છે. તેણે કહ્યું છે કે હાર્દિક નહીં પરંતુ આ ભારતીય ખેલાડી અમારા માટે હારનું કરણ બની શકે છે.

તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન સ્ટીવ સ્મિથ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાર્દિક નહીં પરંતુ આ ખેલાડી અમારા પર ભારી પડી શકે છે. તે હાલમાં જબરદસ્ત ફોર્મમાં જોવા મળ્યો છે. ટેસ્ટ સિરીઝ બાદ તે વનડે સિરીઝમાં પણ ઘાતક પ્રદર્શન કરી શકે છે. આ ઉપરાંત અન્ય ઘણા નિવેદનો પણ આપવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ આ સ્ટાર ભારતીય ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે સ્ટીવ સ્મિથ દ્વારા તાજેતરમાં રવિન્દ્ર જાડેજા વિશે ઘણી વાતો કહેવામાં આવી છે. તેણે જણાવ્યું છે કે રવિન્દ્ર જાડેજા તાજેતરમાં ટેસ્ટ ફોર્મેટમાં જબરદસ્ત બોલિંગ અને બેટિંગ કરતો જોવા મળ્યો છે. તે વનડે ફોર્મેટમાં પણ અત્યાર સુધી ઘણું સારું પ્રદર્શન કરી ચૂક્યો છે. જેથી આ સિરીઝમાં તે ભારી પડી શકે છે. ભારતની ધરતી પર તેની બોલિંગ સામે રમવું ઘણું મુશ્કેલ છે.

સ્ટીવ સ્મિથે વધુમાં જણાવ્યું કે રવિન્દ્ર જાડેજા બોલિંગ અને બેટિંગ બંનેમાં સારુ પ્રદર્શન કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે તે ઘણી વખત વનડે ફોર્મેટમાં ધમાલ મચાવી ચૂક્યો છે. અમે શરૂઆતથી જ તેને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીશું. આ ઉપરાંત અન્ય ઘણા ભારતીય ખેલાડીઓ પણ સારા ફોર્મમાં જોવા મળ્યા છે. આગામી વનડે વર્લ્ડ કપ પહેલા આ સિરીઝ ઘણી મહત્વની રહેશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ સિરીઝ 22 માર્ચ સુધી રમાવાની છે. ત્યારબાદ 31 માર્ચથી આઇપીએલ 2023ની શરૂઆત થશે. ફરી એક વખત તમામ વિદેશી ખેલાડીઓ ભારતની ધરતી પર ધમાલ બચાવતા જોવા મળશે. આ વર્ષે એશિયા કપ અને વનડે વર્લ્ડ કપ બંને મોટી ટુર્નામેન્ટનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ પણ રમવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *