બાયોબબલમાં નહીં રહું અને વેક્સિન પણ નથી લેવી આવું કહીને આ ઘાતક ખેલાડી સમગ્ર ટુર્નામેન્ટમાંથી થયો બહાર…

કોરોના સમયગાળા દરમિયાન ભારતીય ખેલાડીઓ બાયોબબલમાં રહીને મેચ રમવી પડે છે. હાલ સૈય્યદ મુશ્તાક અલી ટ્રોફી રમાઇ રહી છે. BCCIના પ્રોટોકોલ પ્રમાણે જે પણ ખેલાડીને મુશ્તાક અલી ટ્રોફીમાં ભાગ લેવો હોય તેને ફરજિયાત કોરોનાની વેક્સિન લેવી પડશે અને બાયોબબલમાં રહીને રમવું પડશે.

ભારતીય ટીમમાં ઘણા બધા ખેલાડીઓ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે. પરંતુ ભારતના ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજયે તેનો ઇનકાર કર્યો છે. તેણે કોવિડ-19 વેક્સિન લેવાની ના પાડી દીધી છે. અને તે બાયોબબલથી દૂર રહેશે. ત્યારપછી તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ભાગ લેવાની પણ ના પાડી દેતા બધા ચોંકી ગયા છે.

કોરોના મહામારીના કારણે મુરલી વિજયે વેક્સિન અને બાયોબબલથી દૂર રહેવા અનિશ્ચિત સમય માટે ક્રિકેટથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. તેના આ નિર્ણયના કારણે ક્રિકેટ જગત ચોંકી ઉઠયું છે. તમામ ખેલાડીઓ આ નિર્ણયનો સ્વિકાર કર્યો છે પરંતુ મુરલી વિજયે તેનો ઇનકાર કર્યો છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, મુરલી વિજય વેક્સિન લેવા નથી માગતો પરંતુ બીસીસીઆઇના નિયમ મુજબ વેક્સિન લેવી જરૂરી છે. સિરીઝ શરૂ થતાં પહેલાં એક સપ્તાહ સુધી ખેલાડીઓને બાયોબબલમાં રહેવું પડશે પરંતુ આ વાત મુરલી વિજયને મંજૂર ન હોવાથી તેણે ઇનકાર કર્યો છે.

મુરલી વિજયને એક અગત્યનો ખેલાડી માનવામાં આવે છે. તેણે પોતાના કેરિયરની શરૂઆત 2008માં કરી હતી. 2018માં ઓસ્ટ્રેલિયા ટુર પર છેલ્લી મેચ રમી હતી. અત્યાર સુધી તેણે ટોટલ 61 મેચો રમી છે. જેમાં તેણે 3982 રન બનાવ્યા છે. 105 ઇનિંગમાં તેણે 12 અડધી સદી અને 15 સદી ફટકારી છે.

ટેસ્ટ મેચમાં મુરલી વિજય ભારતીય ટીમમાં સારુ પ્રદર્શન કરે છે. મુરલી વિજય એક સારો ઓપનિંગ બેટ્સમેન છે. આ ઉપરાંત વિજય આઇપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી મહેન્દ્રસિંહ ધોનીની સાથે રમે છે. તેના સ્થાને કોઇ અન્ય ખેલાડીને તક મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *