સાઉથ આફ્રિકાનો પ્રવાસ પુજારા માટે નહીં પરંતુ આ ઘાતક ખેલાડી માટે હશે છેલ્લો પ્રવાસ…

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તે પહેલા ભારતીય ટીમને એક મોટો આંચકો લાગ્યો હતો. ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે રવાના થઇ તે પહેલા મુંબઇમાં એક ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો. જેમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતાં તે ભારતીય ટીમમાંથી બહાર થયો હતો. આ સિવાય સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ આ સિરીઝ માટે ઉપસ્થિત ન હોવાથી ભારતીય ટીમ મેનેજમેન્ટની ચિંતા વધી હતી.

સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝની શરૂઆત 26 ડિસેમ્બરથી થશે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે બીસીસીઆઇએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. પુજારા અને રહાણે છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા હતા. તેમ છતાં પણ તેને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં તક આપવામાં આવી છે.

ભારતીય ટીમમાં એક ખેલાડી કે જે હાલ ધૂમ મચાવી રહ્યો છે. તે ખેલાડીનું નામ રવિચંદ્રન અશ્વિન છે. અશ્વિન દરેક મેચમાં પોતાનો જાદુ ચલાવીને વિકેટ લેવામાં સફળ રહે છે. અશ્વિનની અંદર હંમેશા વિકેટ લેવાની ભૂખ જોવા મળે છે. તે જ્યારે બોલિંગ કરે છે ત્યારે તે દરેક બોલ વિકેટ લેવા માટે જ ફેંકી રહ્યો હોય તેવું લાગે છે.

રવિચંદ્રન અશ્વિન છેલ્લા ઘણા સમયથી સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. પરંતુ રવિચંદ્રન અશ્વિનની ઉંમર હવે ધીમેધીમે વધી રહી છે. અશ્વિન હાલમાં 35 વર્ષનો છે. આ ઉંમર બાદ એક-બે વર્ષમાં ક્રિકેટરો નિવૃત્તિના જાહેર કરી દેતા હોય છે. રવિચંદ્રન અશ્વિન પણ આગામી એક-બે વર્ષમાં નિવૃત્તિ જાહેર કરી શકે છે.

તમને જણાવી દઇએ કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે છેલ્લી ટેસ્ટ સીરીઝ વર્ષ 2018 માં રમાઇ હતી. ત્યારબાદ હવે રમાઇ રહી છે. તેથી કહી શકાય કે વર્તમાન સિરીઝ બાદ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્ષ 2024-25 માં ટેસ્ટ સિરીઝ રમાશે. તે પહેલા રવિચંદ્રન અશ્વિન પોતાની નિવૃત્તિ જાહેર કરી શકે છે.

તેથી કહી શકાય કે રવિચંદ્રન અશ્વિન માટે સાઉથ આફ્રિકાનો પ્રવાસ છેલ્લો પ્રવાસ હશે કારણ કે આગામી આફ્રિકા પ્રવાસ પહેલા તે ટેસ્ટ સીરીઝ માટે નિવૃત્તિ જાહેર કરી શકે છે. અશ્વિન હાલ 35 વર્ષનો છે અને આગામી આફ્રિકા પ્રવાસ ત્રણ-ચાર વર્ષ બાદ થશે તે પહેલા અશ્વિન ચોક્કસ પણે નિવૃત્તિ જાહેર કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *