કરોડોમાં વેચાયેલ આ વિસ્ફોટક ખેલાડી સમગ્ર IPLમાંથી થઇ શકે છે બહાર, જાણો શું છે કારણ…

ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિરીઝની શરૂઆત થોડા સમયમાં થવા જઇ રહી છે. આ પહેલા બેંગલોર ખાતે ભવ્ય મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટોટલ 10 ટીમો દ્વારા મોટી બોલી લગાવીને કરોડો રૂપિયામાં ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા. દરેક ટીમોએ પોતાની પસંદગી અનુસાર ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

આઇપીએલ પહેલા યોજાયેલા મેગા ઓક્શનમાં 200થી વધારે ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી. ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટસ બંને નવી ટીમો જોડાઇને ટોટલ 10 ટીમો વચ્ચે આ વર્ષે 70 જેટલી મેચ રમાવાની છે. મેગા ઓક્શનમાં ઘણા બધા ભારતીય ખેલાડીઓ પર કરોડોની બોલી લગાવવામાં આવી હતી.

આઇપીએલ 2022ની શરૂઆત થાય તે પહેલા એક મોટા ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ ઘાતક ખેલાડીને ખરીદવા માટે ઘણી ટીમો દ્વારા મોટી બોલી લગાવવામાં આવી હતી. આવી પ્રતિષ્ઠા ધરાવતો ખેલાડી આઇપીએલમાંથી બહાર થઇ શકે છે. આ ખેલાડી આઇપીએલની 15મી સિઝનમાં રમતો જોવા મળી શકશે નહીં. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ભારતીય ફાસ્ટ બોલર દીપક ચહર ઇજાગ્રસ્ત થવાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર થયો છે. ઇજા ગંભીર હોવાને કારણે તે પાંચથી સાત અઠવાડિયા સુધી મેદાનથી દૂર રહી શકે છે. આવી સ્થિતિમાં દીપક ચહર ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાંથી પણ બહાર થઇ શકે છે. છેલ્લા ઘણા સમયથી તે જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો હતો.

દીપક ચહર આઇપીએલ પહેલા યોજાનાર મેગા ઓક્શનમાં બીજો સૌથી મોંઘો ખેલાડી ખરીદાયો હતો. ચેન્નઇ સુપરકિંગ્સ દ્વારા 14 કરોડ રૂપિયામાં તેને ખરીદવામાં આવ્યો હતો. સૂત્રો અનુસાર દીપક ચહરની હાલત ખૂબ જ ગંભીર છે. તેને ઇજા મુક્ત થવામાં ઘણો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં તે આ વર્ષે આઇપીએલમાં રમતો જોવા મળશે નહીં.

દીપક ચહર બહાર થવાના કારણે ચેન્નઇ સુપરકિંગ્સને મોટો ઝટકો લાગી શકે છે. આ ઉપરાંત આ ખેલાડી આગામી ટી-20 વર્લ્ડકપ માટે મહત્વનો હોવાને કારણે ભારતીય ટીમને પણ મોટો ઝટકો લાગી શકે છે. છેલ્લા ઘણા સમયથી તે બોલિંગ ઉપરાંત બેટિંગમાં પણ જબરદસ્ત પરફોર્મન્સ આપી રહ્યો હતો. વિરોધી ટીમ પર આ ખેલાડી ભારી પડી રહ્યો હતો. પરંતુ ઇજાગ્રસ્ત થવાને કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *