સિરાજ-જાડેજા બહાર, પ્રથમ મેચમાં આવી કંઈક રહેશે ભારતીય પ્લેઇંગ 11, જાણો કોને મળશે સ્થાન…

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલ ત્રણ મેચોની ટી-20 સિરીઝ 17 જાન્યુઆરીના રોજ પૂર્ણ થઈ ચૂકી છે. હવે ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની આગેવાની હેઠળ ઘર આંગણે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની મહત્વની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ મહત્વપૂર્ણ સિરીઝની તૈયારીઓ ત્યારથી જ શરૂ થઈ ચૂકી છે. પ્રથમ મેચમાં તે હાલમાં એક મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે.

રોહિત શર્મા અત્યારથી જ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ટેસ્ટ ટીમને મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહ્યો છે. જેથી અલગ અલગ ખેલાડીઓને તે સ્થાન આપી શકે છે. પ્રથમ મેચમાં ઘણા મોટા બદલાવો સાથે મેદાને જોવા મળશે. હાલમાં જ આ બાબતે મોટું અપડેટ મળ્યું છે. તો ચાલો આપણે સમગ્ર ટીમ પર એક નજર કરીએ અને જાણીએ કે કોને કોને સ્થાન આપવામાં આવી શકે છે.

સૌપ્રથમ ઓપનિંગ જોડીની વાત કરીએ તો પ્રથમ મેચમાં ઓપનર તરીકે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલને સ્થાન આપવામાં આવશે. આ બંનેની જોડીને હવે સેટ કરવામાં આવશે. તેઓ મોટી ભાગીદારી કરીને ઘણો મોટો સ્કોર બનાવવાની તાકાત ધરાવે છે. આ ઉપરાંત ભારતીય સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ નંબર 3 પર બેટિંગ કરતો જોવા મળશે. તેના માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

મધ્યમ ક્રમની વાત કરીએ તો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી નંબર 4 પર બેટિંગ કરતો જોવા મળશે. આ ઉપરાંત શ્રેયસ ઐયરને નંબર 5 પર સ્થાન આપવામાં આવશે. વિકેટકીપર બેટ્સમેન તરીકે રાહુલને નંબર 6 માટે મેદાને ઉતારવામાં આવશે. તે ફરી એક વખત મહત્વપૂર્ણ સાબિત થશે. જાડેજાને પ્રથમ મેચમાં આરામ આપીને અક્ષર પટેલને ઓલ રાઉન્ડર તરીકે નંબર 7 પર અને અશ્વિનને નંબર 8 પર મેદાને ઉતારવામાં આવશે.

બોલિંગ લાઈનની વાત કરીએ તો કુલદીપ યાદવને મુખ્ય સ્પીનર તરીકે સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત ફાસ્ટ બોલરો તરીકે જસપ્રિત બુમરાહ અને મુકેશ કુમારને સામેલ કરવામાં આવશે. સિરાજને પ્રથમ મેચમાં સામેલ કરવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં ઘણા મોટા બદલાવો સાથે રોહિત શર્મા મેદાને જોવા મળશે. આ એક મહત્વપૂર્ણ બાબત ગણી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *