શુભમન ગિલનું ટેન્શન વધ્યું, ગુજરાતનો આ મેચ વિનર ઈજાના કારણે આગામી 10 દિવસ સુધી થયો બહાર…

ઇન્ડિયન પ્રીમિયર લીગની ધમાકેદાર શરૂઆત 22 માર્ચથી થઈ ગઈ છે અને હાલ તમામ ટીમોમાં ક્વોલિફાઈ કરવા માટે તનતોડ મહેનત કરી રહી છે. આ વર્ષે તમામ ટીમો સમતુલિત સ્થિતિમાં જોવા મળી રહે છે. જેના કારણે પ્લેઓફમાં ક્વોલિફાઈ કરવા માટે તમામ ટીમોને મહેનત કરવી પડશે. આ સિવાય જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી આઈપીએલ દરમિયાન ઘણા બધા ખેલાડી ઈજાગ્રસ્ત પણ થયા છે. જેના કારણે ઘણી ટીમોને મોટું નુકસાન થયું છે.

ગુજરાત ટાઇટન્સની વાત કરવામાં આવે તો ટીમનો મહત્વનો ખેલાડી મોહમ્મદ શમી ઇજાગ્રસ્ત થયો હોવાના કારણે પહેલેથી જ બહાર થઈ ચૂક્યા છે અને હાલ વધુ એક ખેલાડી ઇજાગ્રસ્ત થયો છે. જેના કારણે શુભમન ગીલનું ટેન્શન વધ્યું છે. તમને જણાવી દઈએ કે આઈપીએલની શરૂઆત પહેલા ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમનો સાથ છોડ્યો હતો. જે બાદ ગુજરાતની ટીમને ઘણા બધા મોટા ઝટકાઓ લાગ્યા છે.

ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2022માં પદાર્પણ કર્યું હતું. પ્રથમ સિઝનમાં આજે ગુજરાતે ટ્રોફી પોતાના નામે કરી હતી. ત્યારબાદ આઈપીએલ 2023માં પણ ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ ચેન્નાઈ સામે હાર મળ્યા બાદ હવે ફરી એક વખત આઈપીએલ 2024માં ગુજરાતની ટીમ પ્લેઓફમાં ક્વોલીફાઈ કરવા માટે આતુર જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે ગુજરાત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.

તમને જણાવી દઈએ કે હૈદરાબાદ સામેની મેચમાં ટીમનો મહત્વનો ખેલાડી ડેવિડ મિલર ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે અત્યાર સુધી મેદાન પર વાપસી કરી શક્યો નથી અને હવે મળતી માહિતી મુજબ તે આગામી બે-ત્રણ મેચોમાંથી પણ બહાર થઈ શકે છે. આવી સ્થિતિમાં ગુજરાતનો મિડલ ઓર્ડર વેર વિખેર થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તેના સ્થાને ટીમમાં કેન વિલિયમસનને સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી.

કેન વિલિયમસનની વાત કરવામાં આવે તો ગુજરાત માટે તે અત્યાર સુધી એક પણ મોટો સ્કોર બનાવી શક્યો નથી. જેના કારણે ગુજરાતની ટીમને ત્રણ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે અને હવે ડેવિડ મિલર જો આગામી મેચોમાંથી પણ બહાર થશે તો ગુજરાતની ટીમને મોટું નુકસાન થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *