શુભમન ગિલ બહાર, રોહિત રાતોરાત આ ઘાતક ખેલાડીને બોલાવ્યો વિશાખાપટ્ટનમ, નંબર 3 પર કરશે બેટિંગ…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લા 4 દિવસથી હૈદરાબાદ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. હાલમાં આ મેચ પૂર્ણ થઇ છે. ભારતીય ટીમના ખેલાડીઓએ ઘણું જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું પરંતુ અમુક ભૂલોના કારણે ભારતીય ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. મેચ પૂર્ણ થયા બાદ રોહિત ઘણો ગુસ્સામાં જોવા મળ્યો હતો. તેણે હાલમાં મહત્વનો નિર્ણય પણ લીધો છે.

પ્રથમ મેચની ટૂંકમાં ચર્ચા કરીએ તો પ્રથમ દાવ બાદ ભારત પાસે 190 રનની લીડ હતી પરંતુ બીજા દાવમાં ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ નિષ્ફળતા બતાવતા જોવા મળ્યા હતા. જેના કારણે આખરી ક્ષણે જીતેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ગીલ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો છે. તેણે બીજા દાવમાં ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. બીજી તરફ પ્રથમ દાવમાં પણ 66 બોલમાં 23 રન બનાવતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં તાત્કાલિક આ ખેલાડીને નંબર ત્રણ માટે તૈયાર કરવામાં આવ્યો છે.

હવે આગામી મેચોમાં ગિલ જોવા મળશે નહીં તેવા અહેવાલો સામે આવ્યા છે. ખરાબ પ્રદર્શનના કારણે ભારતને ઘણું નુકસાન થઈ રહ્યું છે. જેથી રોહિતે તાત્કાલિક આ પૂર્વ કેપ્ટનને નંબર 3 માટે સ્થાન આપવાનું નક્કી કર્યું છે. તે પ્રથમ મેચમાં જોવા મળ્યો નહોતો પરંતુ હવે તે બીજી મેચમાં રમશે તેવા સમાચાર આવ્યા છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સુપર સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફરી એક વખત એન્ટ્રી કરતો જોવા મળશે. તે નંબર 3 પર બેટિંગ કરી શકે છે. હાલમાં પોતાના અંગત કારણોસર તે પ્રથમ મેચમાં રમી શક્યો નહોતો પરંતુ તેને બીજી મેચ માટે બોલાવવામાં આવ્યો છે. ગીલની નિષ્ફળતાના કારણે હવે કોહલીને નંબર 3 પર સેટ કરવામાં આવશે. તે અત્યાર સુધી નંબર 4 પર બેટિંગ કરી રહ્યો હતો પરંતુ આ બદલાવ થશે.

કોહલી પહેલેથી ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમને જીત અપાવતો જોવા મળ્યો છે. તેના આવવાના કારણે મજબૂત જોવા મળશે. હાલમાં જાડેજા અને અક્ષર પણ ઘણું સારું પ્રદર્શન કરી રહ્યા છે. જેથી પ્રથમ ટેસ્ટ મેચમાં જીત મળે તેવી આશા રહેલી છે. આગામી ચારેય મેચો પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. દરેક યુવા ખેલાડીઓ સારુ પ્રદર્શન કરીને કાયમી સ્થાન બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *