શુભમન ગિલ થયો ઇજાગ્રસ્ત, રોહિતે તાત્કાલિક 14 સદી ફટકારનાર આ ખેલાડીને કર્યો સામેલ…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લે ઘણા સમયથી ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝ રમી રહી છે. બીજી મેચ હાલમાં પૂર્ણ થવાની છે. બીજી ટેસ્ટ મેચનો ચોથો દિવસ આજે શરૂ થયો છે. બંને ટીમો વચ્ચેની આ મેચ છેલ્લે સુધી કટોકટીમાં જોવા મળી શકે છે. હાલમાં ચોથા દિવસે જબરદસ્ત પ્રદર્શન કરવામાં આવ્યું છે. બીજી તરફ એક અન્ય ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમમાં છેલ્લા ઘણા સમયથી ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થતાં જોવા મળ્યા છે. તાજેતરમાં પણ ભારતીય સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ ઇજાગ્રસ્ત થયો છે. બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસ દરમિયાન તેના હાથના ભાગે ઇજા થઈ હતી. જેથી ચોથા દિવસની શરૂઆતમાં તે જોવા મળ્યો નહોતો. રોહિતે તાત્કાલિક ગિલના સ્થાને 14 સદી ફટકારનાર આ ખેલાડીને સામેલ પણ કર્યો છે.

ગિલની ઇજાને કારણે રોહિતે તાત્કાલિક 14 સુધી ફટકારનાર આ ખેલાડીને ચોથા દિવસે મેદાને બોલાવ્યો છે. બીજી તરફ તે ત્રીજી મેચમાં રમશે તે પણ નક્કી છે. અત્યાર સુધી તે ઘણા મોટા રેકોર્ડ બનાવી ચૂક્યો છે. તે મિડલ ઓર્ડરમાં ફરી એક વખત ધમાલ મચાવતો જોવા મળી શકે છે. હાલમાં તે ભારતીય ટીમ સાથે ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો છે. તો ચાલો આપણે જાણીએ કે ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે રોહિતે તાત્કાલિક ચોથા દિવસની શરૂઆતમાં સરફરાજ ખાનને ફિલ્ડીંગ માટે બોલાવ્યો હતો. ગિલના સ્થાને તેને સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સરફરાજ ખાન ત્રીજી મેચમાં બેટિંગ કરતો પણ જોવા મળી શકે છે. ગિલની ઇજા હાલમાં ઘણી ગંભીર જણાય છે. જેથી સરફરાજને તક આપવામાં આવી છે. તેની કિસ્મત અચાનક જ ચમકી છે.

સરફરાજ ખાન અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 14 સદી ફટકારી ચૂક્યો છે. તે આગામી સમયમાં સારું પ્રદર્શન કરીને કાયમી સ્થાન પણ બનાવી શકે છે. અત્યાર સુધી ફિટનેસને ધ્યાનમાં રાખીને તેને સ્થાન આપવામાં આવતું નહોતું પરંતુ હવે તેને સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમ ફરી એક વખત યુવા ખેલાડીઓથી ભરેલી જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *