ઇંગ્લેન્ડ પ્રવાસથી ભારત પરત ફરશે શુભમન ગિલ, જાણો કોણ લઈ શકે છે તેની જગ્યા…

ભારતીય ટીમ હાલ ઇંગ્લેન્ડ પ્રવાસે છે. ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ રમવા માટે ઇંગ્લેન્ડ પહોંચી હતી. ફાઇનલ બાદ ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે. તે પહેલા ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ઓપનિંગ બેસ્ટમેન શુબમન ગિલ ઈજાગ્રસ્ત થયો છે.

બીબીસીઆઈએ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલ શુભમન ગિલ અંગે એક મહત્વનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈએ શુબમન ગિલને ભારત પાછા આવવાનું કહ્યું છે. શુભમન ગિલની જગ્યાએ બીસીસીઆઈ કોઈ પણ ખેલાડીને ઇંગ્લેન્ડ મોકલશે નહીં. તેનો સ્પષ્ટ અર્થ એ છે કે બીસીસીઆઈએ પૃથ્વી શોને ઈંગ્લેન્ડ બોલાવવાની ટીમ મેનેજમેન્ટની માંગને ફગાવી દીધી છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરીઝ 4 ઓગસ્ટથી શરૂ થવાની છે. શુભમન ગિલ ક્યારે ભારતથી પરત ફરશે તેની કોઈ પુષ્ટિ થઈ નથી. કારણ કે તેને ગંભીર ઈજા થઈ છે. જેમાંથી સાજા થવા માટે ઓછામાં ઓછા 3 મહિનાનો સમય લાગી શકે છે. ટીમ મેનેજમેન્ટે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે કેએલ રાહુલને ઓપનિંગની જવાબદારી આપવામાં આવશે નહીં.

જો કે રાહુલ ઓપનિંગ નહીં કરે તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે રોહિત શર્માની સાથે મયંક અગ્રવાલ અથવા અભિમન્યુ ઇસ્વરન જોવા મળશે. પૃથ્વી શો અને દેવદત પાડીકલ હાલ શ્રીલંકાના પ્રવાસે ગયા છે. તેથી આ બંને ખેલાડીઓને ઇંગ્લેન્ડ મોકલવાનું સરળ નથી.

ભારતની બી ટીમ હાલ શ્રીલંકાના પ્રવાસે ગઈ છે. જેમાં ટીમનું નેતૃત્વ શિખર ધવન કરશે. આ ઉપરાંત વાઈસ કેપ્ટન તરીકે ભુવનેશ્વર કુમારની નિમણૂક કરવામાં આવી છે. આ ટીમ યુવાઓથી ભરેલી છે. તેથી ટીમના સીનિયર ખેલાડી શિખર ધવન અને ભુવનેશ્વરકુમાર પર વધારે દબાણ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *