શ્રેયસ કાયમી માટે બહાર, રોહિતે 16 સદી ફટકારનાર આ ખેલાડીને ત્રીજી મેચમાં આપ્યું સ્થાન…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ 15 ફેબ્રુઆરીથી રાજકોટ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમવાની છે. હાલમાં ભારતીય ટીમના તમામ ખેલાડીઓ રાજકોટ ખાતે આવી પહોંચ્યા છે અને મેદાન પર પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. આ મેચ પહેલા હાલમાં ઘણા ખેલાડીઓની અદલા બદલી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત કોને સ્થાન મળશે તે અંગે પણ જાણકારી મળી છે.

ભારતીય સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરની વાત કરીએ તો પ્રથમ બંને મેચોમાં તે નિષ્ફળ રહ્યો હતો. તે એક પણ મોટો સ્કોર બનાવી શક્યો નહોતો. બીજી તરફ તેની પેટના ભાગે ઇજા પણ થઈ હતી. આવા કારણોસર બાકીની ત્રણેય મેચોમાંથી તેને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.આવી સ્થિતિમાં ત્રીજી મેચમાં તેનું સ્થાન કોણ લેશે તે જાણવું ખૂબ અગત્યનું છે. હાલમાં આ બાબતે મોટું અપડેટ આવ્યું છે.

શ્રેયસનું સ્થાન લેવા માટે રજત પાટીદાર મોટો દાવેદાર છે. તેને બીજી મેચમાં સ્થાન પણ આપવામાં આવ્યું હતું પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.આવા કારણોસર રજત પાટીદાર નહીં પરંતુ 16 સદી ફટકારનાર આ ખેલાડીને ત્રીજી મેચમાં મેદાને ઉતરવામાં આવશે. તેના રેકોર્ડને ધ્યાનમાં રાખીને હવે તેને તક મળી ખૂબ જરૂરી છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર બેટ્સમેન કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન સરફરાજ ખાનને હવે શ્રેયસના સ્થાને રમવાની તાકાત આપવામાં આવી શકે છે. સરફરાઝ છેલ્લા ઘણા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં નવા રેકોર્ડ બનાવતા આવ્યો છે. અત્યાર સુધી તે સિનિયર ખેલાડીઓના કારણે સતત બહાર રહ્યો હતો પરંતુ હોય તેને તક મળવી જોઈએ. તેની પાસે વિકેટકીપિંગ જેવી અન્ય ઘણી આવડતો પણ રહેલી છે. જેથી તે ઉપયોગી રહી શકે છે.

સરફરાઝ ખાન હવે આવનારી ત્રીજી મેચમાં ડેબ્યૂ કરતો જોવા મળી શકે છે. આવનારી આઇપીએલ 2024 પણ તેના માટે મહત્વપૂર્ણ રહી શકે છે. આઇપીએલ પૂર્ણ થયા બાદ તરત જ ટી-20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત થવાની છે. અત્યારથી જ પસંદગીકારો અને મેનેજમેન્ટ ટીમ તમામ ખેલાડીઓ પર ચાંપતી નજર રાખતા જોવા મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *