શ્રેયસ ઐયરની થશે છુટ્ટી, તાત્કાલિક 66 સદી અને 34057 રન બનાવનાર આ સિનિયર ખેલાડીને નંબર 5 માટે કરવામાં આવ્યો તૈયાર…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લા બે દિવસથી હૈદરાબાદ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચનો બીજો દિવસ હાલમાં જ પૂર્ણ થવાનો છે. બીજા દિવસે પણ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે અને સ્થિતિ મજબૂત બનાવી છે. આ મેચ છેલ્લે સુધી કટોકટીમાં પણ જોવા મળી શકે છે. હાલમાં એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવ્યા છે.

સમગ્ર મેચની ટૂંકમાં ચર્ચા કરીએ તો ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતી વખતે 246 રન બનાવ્યા હતા. ત્યારબાદ હાલમાં ભારતીય ટીમ 350 રન ઉપર પહોંચી ચૂકી છે. હજુ પણ તેઓ બેટિંગ કરી રહ્યા છે. ભારતીય ટીમના ઘણા બેટ્સમેનો સફળ રહ્યા છે . યશસ્વી અને રાહુલે બંનેએ ઘાતક બેટિંગ કરી પરંતુ શ્રેયસ નિષ્ફળ રહ્યો છે. આવી સ્થિતિમાં શ્રેયસનું સ્થાન લેવા માટે આ ખેલાડીને તૈયાર કરવામાં આવ્યો છે.

શ્રેયસની નિષ્ફળતાના કારણે ભારતીય ટીમની બેટિંગ લાઇન નબળી દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં હવે 66 સદી ફટકારનાર આ સિનિયર ખેલાડીને ફરી એક વખત નંબર 5 પર સ્થાન આપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. તેને હાલમાં જ તૈયાર રહેવાનું પણ જણાવવામાં આવ્યું છે. તે બીજી મેચમાં એન્ટ્રી કરશે તે પણ નક્કી છે. તો ચાલો આપણે જાણીએ કે ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન અજિંક્ય રહાણેને હાલમાં જ તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. રહાણેએ અત્યાર સુધી પોતાના કરિયરમાં 66 સદી અને 34057 રન બનાવ્યા છે. તે એક સમયે વાઈસ કેપ્ટન પણ રહી ચૂક્યો છે. આવી સ્થિતિમાં હવે તેને ફરી એક વખત સ્થાન આપવામાં આવશે. હાલમાં જ આ સમગ્ર મામલો સામે આવ્યો છે. તે કોઈ પણ સમયે મેચ પલટો પણ કરી શકે છે.

રહાણે છેલ્લા ઘણા સમયથી ટીમમાં જોવા મળ્યો નથી પરંતુ કોમ્બિનેશન મજબૂત બનાવવા માટે હવે તેને સ્થાન આપવું પડશે. હજુ પણ તે બે વર્ષ સુધી રમવાની તાકાત ધરાવે છે. આવી સ્થિતિમાં પુજારાને પણ વાપસી કરવાની તક આપવામાં આવી શકે છે. જેથી ફરી એક વખત ભારતીય ટીમ સિનિયર ખેલાડીઓથી ભરેલી જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *