શ્રેયસ ઐયર 100% બહાર, રોહિતે રાતોરાત નંબર 4 માટે આ ખેલાડીને બોલાવ્યો રાજકોટ…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચ રમતી જોવા મળી હતી. આ મેચમાં ભારતીય ટીમે 106 રનના મોટા અંતરથી જીત મેળવી છે અને આ સીરીઝમાં ઇંગ્લેન્ડ સાથે 1-1ની બરાબરી કરી લીધી છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાવાની છે. આ પહેલા એક અન્ય સમાચાર સામે આવ્યા છે.

પ્રથમ બંને ટેસ્ટ મેચ જોયું હતું કે ભારતીય સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર પોતાના પ્રદર્શનમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો છે. તે એક પણ મોટો સ્કોર બનાવી શક્યો નથી. તેના કારણે બેટિંગ લાઇન ઘણી નબળી જોવા મળી છે. તેને નંબર ચાર પર મહત્વની તક મળી પરંતુ તે નિષ્ફળ રહ્યો છે. આવા કારણસર ત્રીજી મેચ માંથી તેને બહાર કરવામાં આવશે અને તેના સ્થાને આ ખેલાડીને મેદાને ઉતારવામાં આવશે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર રોહિત શર્મા દ્વારા તાત્કાલિક આ ઘાતક ખેલાડીને રાજકોટ બોલાવવામાં આવ્યો છે. થોડા સમય પહેલા તે ઇજાગ્રસ્ત થયો હતો પરંતુ હાલમાં રમવા માટે તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ચૂક્યો છે. તે પ્રેક્ટિસ કરતો પણ નજર આવ્યો છે. જેથી રાજકોટ ખાતે તે સફળ સાબિત થઈ શકે છે.તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સુપર સ્ટાર બેટ્સમેન કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ ત્રીજી મેચમાં નંબર ચાર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. ઈજાને કારણે રાહુલ હાલમાં બહાર થયો હતો પરંતુ ત્રીજી મેચમાં તેની એન્ટ્રી થવાની છે. અત્યાર સુધી તે ઘણી વખત મુશ્કેલીમાં સદી ફટકારી ચૂક્યો છે અને ભારતીય ટીમને જીત પણ અપાવી ચૂક્યો છે.જેથી તેના પર હવે ભરોસો વ્યક્ત કરવામાં આવશે.

શ્રેયસ ઐયર ભારતીય ટીમ માટે હાલમાં માથાનો દુખાવો બન્યો હતો. જેથી હવે રાહુલને સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય ઘણા બદલાવો પણ થઈ શકે છે. ત્રીજી, ચોથી અને પાંચમી મેચ ભારતીય ટીમના તમામ ખેલાડીઓ માટે અગત્ય પૂર્ણ સાબિત થશે. આ મેચ જીતીને ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં આગળ નીકળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *