વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં શ્રેયસ ઐયરના સ્થાને આ ઘાતક ખેલાડીની ટીમ ઇન્ડિયામાં થશે એન્ટ્રી…

ટીમ ઇન્ડિયા 6 ફેબ્રુઆરીએ અમદાવાદમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચની વન-ડે સિરીઝની પ્રથમ મેચ રમશે. જેને લઇ બીસીસીઆઇ દ્વારા ટૂંક સમયમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે. આ સિરીઝ માટે ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવી શકે છે. આ સિવાય ભારતીય કેપ્ટન રોહિત શર્માની પણ વાપસી થશે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં રોહિત શર્માની વાપસી તથા ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે. ભારતીય ટીમ આફ્રિકા સામેની કારમી હારને ભૂલીને આગળ વધવા માગશે. તમને જણાવી દઇએ કે સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ભારતીય ટીમમાં ઘણા બધા ખેલાડીઓના પત્તા કપાઇ શકે છે.

આફ્રિકા સામેની સિરીઝમાં ઘણા બધા ખેલાડીઓનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. જેનું પત્તું વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાંથી કપાઇ શકે છે. સાઉથ આફ્રિકા પ્રવાસ પર શ્રેયસ ઐયરનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. આવી સ્થિતિમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાંથી તેનું પત્તું કપાઇ શકે છે. તેમની જગ્યાએ આ ઘાતક ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

શ્રેયસ ઐયર એક મિડલ ઓર્ડર બેટ્સમેન છે. પરંતુ તેણે આફ્રિકા સામેની સિરીઝમાં કંઇ ખાસ પ્રદર્શન કર્યું ન હતું. તે ઓછા રનના સ્કોર પર આઉટ થઇ જતો હતો. જેના કારણે સમગ્ર મિડલ ઓર્ડર વેરવિખેર થઇ જતો હતો. તેથી વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તેના સ્થાને સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે. સૂર્યકુમાર યાદવ પણ એક જબરદસ્ત મિડલ ઓર્ડર બેટ્સમેન છે.

રોહિત ની વાપસી થતાની સાથે જ સૂર્યકુમાર યાદવને પણ ટીમમાં સ્થાન મળી શકે છે. કારણ કે સૂર્યકુમાર યાદવ રોહિત શર્માની સાથે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમે છે. તેથી રોહિત શ્રેયસ ઐયરની પહેલા સૂર્યકુમાર યાદવને તક આપશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.

સૂર્યકુમાર યાદવની વાત કરવામાં આવે તો તેણે છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં પોતાનું કદ વધાર્યું છે. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતા આ ખેલાડીએ જબરદસ્ત પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ ખેલાડી લાંબા સમય સુધી ભારતીય ટીમ તરફથી રમી શકે છે. યાદવ જ્યારે પોતાની લયમાં હોય છે ત્યારે તે કોઇ પણ બોલિંગ ઓર્ડરને તોડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *