શ્રેયસ ઐયર કોરોના સંક્રમિત થતા આ ઘાતક ખેલાડી લેશે તેનું સ્થાન…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી વન-ડે સિરીઝની શરૂઆત થવા જઇ રહી છે. જેને લઇને બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. પરંતુ ત્યારબાદ ભારતીય ટીમમાં ઘણા બધા ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવતા ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. તેના સ્થાને અન્ય ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ શરૂ થાય તે પહેલાં ભારતીય ટીમના તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય ટીમનો મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે તે સમગ્ર સિરીઝમાંથી બહાર થઇ ગયો છે.

મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર ટીમમાંથી બહાર થતાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની ચિંતા વધી ગઇ છે કારણકે આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમનો મિડલ ઓર્ડર ફ્લોપ સાબિત થયો હતો. આવી સ્થિતિમાં શ્રેયસ ઐયરનું બહાર થવું ટીમ ઇન્ડિયા માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

શ્રેયસ ઐયર ટીમમાંથી બહાર થતાં રોહિત શર્મા આ મજબૂત ખેલાડીને ટીમમાં સ્થાન આપી શકે છે. આ ખેલાડી પોતાના દમ પર મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે અને થોડાક બોલોમાં મેચનો નકશો બદલી શકે છે. આ ખેલાડીની ગણતરી રોહિત શર્માના ખાસ ખેલાડીઓમાં થાય છે અને તે ખૂબ જ ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો છે.

આ ખેલાડી બીજું કોઇ નહીં પરંતુ સૂર્ય કુમાર યાદવ છે. સૂર્ય કુમાર યાદવ એક જબરદસ્ત મિડલ ઓર્ડર બેટ્સમેન છે. જ્યારે તે ફોર્મ હોય છે ત્યારે તે કોઇ પણ બોલિંગ લાઇન અપને તોડી શકે છે અને તે હંમેશાં મોટી ઇનિંગ્સ રમવા માટે જાણીતો છે. સૂર્ય કુમાર યાદવ મેદાનની ચારે બાજુ સ્ટ્રોક રમી શકે છે. આ પહેલા પણ તે ટીમ ઇન્ડિયા માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી ચૂક્યો છે.

સૂર્ય કુમાર યાદવ આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમે છે. જેની કેપ્ટન્સી રોહિત શર્મા કરે છે. સૂર્ય કુમાર યાદવને આ વર્ષે પણ મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા રિટેન કરવામાં આવ્યો છે. સૂર્ય કુમાર યાદવે આઇપીએલમાં જબરદસ્ત પ્રદર્શન કરીને પોતાના દમ પર ભારતીય ટીમમાં સ્થાન બનાવ્યું છે. તેણે ગયા વર્ષે વન-ડે અને ટી-20માં ડેબ્યૂ કર્યું હતું. યાદવે ભારત માટે અત્યાર સુધીમાં ત્રણ વન-ડેમાં 124 અને 11 ટી-20 મેચમાં 244 રન બનાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *