ફેવરિટ ક્રિકેટર વિશે પૂછતા અક્ષય કુમારે આપ્યા ચોંકાવનારા નામો…
તમને જણાવી દઇએ કે બોલિવૂડ અને ક્રિકેટનો ઘણા લાંબા સમયથી સંબંધ ચાલતો રહ્યો છે. ક્રિકેટ જગતના કેટલાક ખેલાડીઓએ બોલિવૂડની હિરોઇન સાથે લગ્ન પણ કર્યા છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સને ક્રિકેટ રમત ખૂબ જ પસંદ છે. તેઓ પોતાના કામ છોડીને મેચ જોવા મેદાનમાં આવી જાય છે. અક્ષય કુમાર પણ ભારતીય ક્રિકેટ ટીમનો ખૂબ જ મોટો ફેન છે.
અક્ષય કુમાર તાજેતરમાં રમાયેલી ભારત અને પાકિસ્તાનની ટી 20 મેચ જોવા દુબઇ પહોચ્યો હતો. ઘણા બોલિવૂડ સ્ટાર્સ પાસે આઇપીએલની ટીમો પણ છે. કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક શાહરૂખ ખાન અને પંજાબ કિંગ્સના માલિક પ્રીતિ ઝિન્ટા પણ બોલિવૂડના સુપર સ્ટાર છે. આમ જોઇએ તો બોલિવૂડ અને ક્રિકેટ બંનેને એકબીજા સાથે ઘાટો સંબંધ છે.
અક્ષય કુમારને જયારે ફેવરિટ ક્રિકેટર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે બે ખેલાડીઓના નામ આપ્યા છે. અક્ષય કુમારે જણાવ્યું હતું કે મારી પસંદગીના ક્રિકેટરોમાં કેએલ રાહુલ અને શિખર ધવન છે. આ વર્ષો પહેલા જ્યારે તેને પૂછવામાં આવતું ત્યારે તે ચંદ્રશેખરનું નામ જણાવતો હતો. ચંદ્રશેખર પોતાની ખતરનાક બોલિંગ માટે ઓળખાતો હતો.
ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શિખર ધવન ખતરનાક બેટિંગ માટે વખણાય છે. તે લાંબી સિક્સર મારવા માટે જાણીતો છે. ઇન્ડિયા તરફથી તેણે 34 ટેસ્ટ મેચમાં 2315 રન બનાવ્યા છે. વન-ડેમાં જોઇએ તો તેણે 145 મેચમાં 6105 રન બનાવ્યા છે. શિખર ધવન અત્યાર સુધીમાં 24 સદી ફટકારી ચુક્યો છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મના કારણે ટીમ ઇન્ડિયામાંથી બહાર ગયો છે.
અક્ષય કુમારનો ફેવરીટ ખેલાડી કેએલ રાહુલ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે ભારતીય ટીમમાં ઓપનર તરીકે પોતાનું નામ નિશ્ચિત કર્યું છે. રાહુલે અત્યાર સુધીમાં 35 વન-ડે મેચમાં 1509 રન બનાવ્યા છે. ટી-20 ફોર્મેટમાં 56 મેચમાં 1831 રન બનાવ્યા છે. કેએલ રાહુલ ટેસ્ટ મેચમાં પણ તાબડતોબ બેટિંગ કરે છે.
ઘણી વખત બોલીવુડના ઇન્ટરવ્યુમાં આવા સવાલો પૂછવામાં આવતા હોય છે કે તમારા ફેવરિટ ક્રિકેટર કોણ છે. અક્ષય કુમારને પ્રશ્ન પૂછતા જ તેણે તરત જ આ બંને ખેલાડીના નામ આપ્યા હતા. યુટ્યુબના માધ્યમથી તેણે શિખર ધવન અને કેએલ રાહુલનું નામ જણાવ્યું હતું. ભારતની ઘણી મેચોમાં અક્ષય કુમાર મેદાનમાં જોવા મળે છે.