ચોંકાવનારો નિર્ણય! કોહલી બાદ આ ફ્લોપ ખેલાડી બનશે RCBનો કેપ્ટન…

આઇપીએલ 2022ની શરૂઆત પહેલા એક મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. જેમાં દુનિયાભરના ખેલાડીઓની હરાજી થવાની છે. અહેવાલ અનુસાર આ હરાજી 11, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ થશે. આ વર્ષે અમદાવાદ અને લખનઉ બે નવી ટીમો આ લીગમાં જોડાશે. મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ પોતાના ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ તો તેણે ટોટલ ત્રણ ખેલાડીઓને જાળવી રાખ્યા છે. વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજ આ ત્રણ ખેલાડીઓને રીટેન કર્યા છે. આઇપીએલ 2021 દરમ્યાન વિરાટ કોહલીએ નિર્ણય લીધો હતો કે તે આરસીબીની કેપ્ટનશિપ છોડી દેશે. આવી સ્થિતિમાં વિરાટ બાદ આ ટીમને નવા કેપ્ટનની જરૂર પડશે.

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ચોક્કસપણે 2016ની ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ આઇપીએલની એકપણ ટ્રોફી જીતી શકી નથી. વિરાટ કોહલી કેપ્ટનશીપમાં સતત નિષ્ફળ જઇ રહ્યો હતો. તેથી હવે તેણે આરસીબીની કેપ્ટનશિપ છોડી દીધી છે. આવી સ્થિતિમાં નવા કેપ્ટન તરીકે આ ફ્લોપ ખેલાડીનું નામ સામે આવ્યું છે.

એક અહેવાલ મુજબ સ્ટાર બેટ્સમેન મનીષ પાંડેની આરસીબી ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. મનીષ પાંડેને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે જાળવી રાખ્યો નથી. આરસીબીની આગામી સિઝન માટે તેને કેપ્ટનશીપ સોંપાઇ શકે છે. આશ્ચર્યની વાત એ છે કે મનીષ પાંડે અત્યારે સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. તેમ છતાં પણ તે આરસીબીનો કેપ્ટન બની શકે છે.

મનીષ પાંડે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સારું પ્રદર્શન કરી શક્યો નથી. જેથી તેને બહાર કરવામાં આવ્યો છે. એવી અપેક્ષા હતી કે મેગા ઓક્શનમાં મનીષ પાંડેને કોઇ ટીમ ખરીદશે કે નહીં પરંતુ હવે તેના કેપ્ટન બનવાની ચર્ચા ટોપ પર ચાલી રહી છે. મનીષ પાંડેની આઇપીએલ કારકિર્દી સારી રહી છે. વર્ષ 2009માં આઇપીએલમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદ અને કેકેઆર માટે શાનદાર પ્રદર્શન કરનાર મનીષ પાંડેએ તેની આઇપીએલની કારકિર્દીની શરૂઆત આરસીબીથી કરી હતી અને હવે તે કેપ્ટન પણ બની શકે છે. વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા પછી કેપ્ટન તરીકે વર્ષ 2022માં મનીષ પાંડેની પસંદગી કરવામાં આવી શકે છે. આરસીબીની ટીમ મનિષ પાંડેને પોતાની ટીમમાં ખરીદવા પ્રયત્ન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *