રિંકુ સિંહ સહિત આ 3 ખેલાડીઓની ચમકી કિસ્મત, રાતોરાત મળ્યું ઇંગ્લેન્ડ સામે સ્થાન…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી 5 મેચોની ટેસ્ટ સિરીઝની શરૂઆત થવાની છે. આ સિરીઝ પહેલા હાલમાં બંને ટીમોના તમામ ખેલાડીઓ હૈદરાબાદ ખાતે આવી પહોંચ્યા છે અને પ્રથમ મેચ પહેલા પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. આ તમામ મેચો તમામ ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થવાની છે. રોહિતે પ્રથમ મેચ પહેલા હાલમાં એક અન્ય મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી છે.

રોહિત પહેલેથી યુવા ખેલાડીઓને સ્થાન આપવા માટે જાણીતો છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને અત્યારથી જ તે ટીમ મજબૂત કરી રહ્યો છે. હાલમાં જ તેણે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રિંકુ સિંહ સહિત આ ત્રણ ખેલાડીઓ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં નેટ પ્રેક્ટિસ માટે સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ હાલમાં ટીમ સાથે જોડાઈ ચૂક્યા છે. તો ચાલો જાણીએ આ ખેલાડીઓ કોણ કોણ છે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર બેટ્સમેન રીન્કુ સિંહને હાલમાં જ મુખ્ય ખેલાડીઓ સાથે નેટ પ્રેક્ટિસ માટે સામેલ કરવામાં આવ્યો છે. તે અત્યાર સુધી ટી-20 અને વનડે ફોર્મેટમાં તબાહી મચાવી ચૂક્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ તેનું ઘણું સારું પ્રદર્શન છે. આવી સ્થિતિમાં તેને અત્યારથી જ ભવિષ્ય માટે સેટ કરવા માટે સામેલ કરવામાં આવ્યો છે. આ સિરીઝ તેના માટે મહત્વપૂર્ણ રહેશે.

આ ઉપરાંત ભારતીય સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાનને હાલમાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે નેટ બેટ્સમેન તરીકે ઘણા ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ રહી શકે છે. અત્યાર સુધી તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા મોટા રેકોર્ડ બનાવી ચૂક્યો છે. તે ઘણી સદી પણ ફટકારી ચૂક્યો છે. જેથી આગામી સમયમાં તેને મુખ્ય ટીમમાં સ્થાન મળશે તે પણ નક્કી છે. આ એક સોનેરી તક ગણી શકાય છે.

આ ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલર આવેશ ખાનને પણ બોલાવવામાં આવ્યો છે. તેને પણ નેટ બોલર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. તેના માટે પણ આ મેચો મહત્વની રહેશે. થોડા સમય પહેલા તે ટીમ સાથે જોવા મળ્યો હતો પરંતુ ખરાબ પ્રદર્શનના કારણે તેને હાલમાં સ્થાન આપવામાં આવ્યું નથી. હવે તે નેટ બોલર તરીકે સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં વાપસી કરતો જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *