29 વર્ષીય આ ઘાતક ખેલાડીને કારણે શિખર ધવનનું ક્રિકેટ કરિયર સમાપ્ત થવાના આરે…
ટીમ ઇન્ડિયાના વરિષ્ઠ ઓપનર શિખર ધવનને એક સમયે ભારતીય બેટિંગ લાઇન અપમાં સૌથી મજબૂત બેટ્સમેન ગણવામાં આવતો હતો. પરંતુ ભારતીય ટીમના યુવા ખેલાડીઓની એન્ટ્રી થતા તેની ચમક થોડી ઝાંખી પડી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. રોહિત શર્મા સાથે તેની ઓપનિંગ જોડી જબરદસ્ત રહી હતી. પરંતુ તે છેલ્લા ઘણા સમયથી ટીમની બહાર છે.
અનુભવી બેટ્સમેન શિખર ધવન લાંબા સમયથી ટીમની બહાર છે. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયામાં એક બેટ્સમેનને તેનું સ્થાન લઇ લીધું છે. આ ખેલાડીના કારણે શિખર ધવનનું ક્રિકેટ કરિયર જોખમમાં મૂકાઇ ગયું છે. તે જ સમયે કેટલાક યુવા ખેલાડીઓએ આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.
સ્ટાર ખેલાડી શિખર ધવને તેની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2018માં રમી હતી. જે બાદ શુભમન ગિલ અને મયંક અગ્રવાલ જેવા યુવા ખેલાડીઓએ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. હવે શિખર ધવનની ટેસ્ટ ક્રિકેટમાં વાપસી અશક્ય લાગી રહી છે. જેથી શકાય કે શિખર ધવનનું ટેસ્ટ કરિયર લગભગ સમાપ્ત થઇ ગયું છે.
ટેસ્ટ ક્રિકેટ બાદ હવે ટી-20 અને વન-ડે ક્રિકેટમાંથી પણ શિખર ધવન ટીમ ઇન્ડિયામાંથી બહાર થઇ ચુક્યો છે. હાલમાં થયેલા વર્લ્ડ કપ 2021 માં પણ તેને તક મળી ન હતી. તેના સ્થાને ટીમમાં કેએલ રાહુલ અને ઇશાન કિશન જેવા યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝમાં પણ તેને બહાર બેસવું પડ્યું હતું.
ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સીરીઝમાં પણ શિખર ધવનને તક ન મળતાં એવું લાગી રહ્યું છે કે તેની કારકિર્દી પર તલવાર લટકી રહી છે. છેલ્લા કેટલાક સમયથી કેએલ રાહુલે ટીમ ઇન્ડિયામાં એક અલગ જગ્યા બનાવી છે. તેને પોતાની ક્લાસિક બેટિંગથી પસંદગીકારોના મન મોહી લીધા છે. તેણે ભારત માટે દરેક ફોર્મેટમાં રન બનાવ્યા છે.
તમને જણાવી દઇએ કે, ટી-20 અને વન-ડેમાં રાહુલે ખતરનાક બેટ્સમેન રોહિત શર્માની સાથે પોતાની હિટ ઓપનિંગ જોડી બનાવી છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં રાહુલે પોતાનું ગૌરવ જાળવી રાખ્યું છે. તેથી કહી શકાય કે રાહુલે રોહિત શર્માના જોડીદાર ખેલાડી શિખર ધવનનું પત્તું ટીમમાંથી કાપી નાખ્યું હોય તેવું લાગી રહ્યું છે. શિખર ધવનનું ફરી આવવું અસંભવ લાગે છે.