શિખર ધવનનો મોટો ખુલાસો, આ કારણે વેંકટેશ ઐયરને ન કરાવી હતી બોલિંગ…

તાજેતરમાં સાઉથ આફ્રિકાએ ભારતીય ટીમને પ્રથમ વનડે મેચમાં 31 રને હરાવ્યું હતું. પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ એકદમ ખરાબ રહી હતી. રોહિત શર્મા ન હોવાને કારણે કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને જસપ્રીત બુમરાહ વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ભારતીય ખેલાડીઓ પ્રથમ ત્રણ વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. પરંતુ ત્યારબાદ આફ્રિકાના બેટ્સમેનોએ જોરદાર ભાગીદારીથી પ્રભુત્વ જમાવ્યું હતું. આફ્રિકાના બેટ્સમેનોએ જબરદસ્ત પ્રદર્શન કરીને 297 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતી ભારતીય ટીમે 50 ઓવરમાં 265 રન બનાવ્યા હતા.

પ્રથમ વનડે મેચ બાદ કેપ્ટન રાહુલે ખુલાસો કર્યો કે ભારતીય બોલરોએ 20 રન વધુ આપ્યા હતા. ભારત પાસે બે સ્પિનરો અને ત્રણ ઝડપી બોલરો હતા. હવે દરેક જગ્યાએ એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે વેંકટેશ ઐયર ઉપલબ્ધ હોવા છતાં પણ રાહુલે તેને બોલિંગ કેમ ન આપી. પરંતુ હવે શિખર ધવનને તેનો ખુલાસો કર્યો છે.

સ્ટાર ઓપનર બેટ્સમેન શિખર ધવને જવાબ આપ્યો છે કે પિચ ખૂબ જ પલટાઈ રહી હતી. રવિચંદ્રન અશ્વિન અને યુજવેન્દ્ર ચહલે મેચમાં ભારત માટે સ્પિન વિભાગ સંભાળ્યો હતો. ધવને એ પણ કહ્યું કે મેચની સ્થિતિ અલગ રહી હતી. સ્લોગ ઓવરોમાં મુખ્ય બોલરોને આક્રમણ પર મૂકવો જરૂરી હતું. અમને વધારાના બોલરની જરૂર જણાતી નહોતી.

ભારતીય બોલરોએ સમગ્ર મેચ દરમિયાન ખૂબ જ નબળી બોલિંગ રજૂ કરી હતી. ભુવનેશ્વર કુમારે 10 ઓવરમાં 64 રન આપ્યા હતા. જ્યારે ઠાકુરે 72 રન આપ્યા હતા. આ બંને ખુબ જ મોંઘા સાબિત થયા. આ બંને બોલરોને એક પણ વિકેટ મળી નહીં. આ ઉપરાંત સ્પિનરોની વાત કરીએ તો રવિચંદ્રન અશ્વિન અને યુજવેન્દ્ર ચહલ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નહીં. તે બંનેએ 20 ઓવરમાં 106 રન આપ્યા અને માત્ર એક જ વિકેટ લઇ શક્યા.

ભારતીય તમામ બોલેરો નિષ્ફળ સાબિત થઈ રહ્યા હતા ત્યારે ઓલરાઉન્ડર ખેલાડી વેંકટેશ ઐયરને તક આપવામાં આવી હોત તો તે કંઈક કરામત કરીને ભારતીય ટીમ માટે વિકેટ પડવી શકે તેમ હતો. ભારતીય કેપ્ટન કેએલ રાહુલે પણ પોતાની ભૂલ સ્વીકારી છે અને બીજી વનડે મેચમાં આ ખેલાડીને બોલિંગ માટે તક મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *