શાસ્ત્રીનો ધડાકો, વર્લ્ડકપ 2019માં આ ખેલાડીને સામેલ ન કરવો હતી સૌથી મોટી ભૂલ…

ભારતના હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ રાહુલ દ્રવિડને ભારતીય ટીમના હેડ કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રવિ શાસ્ત્રીએ વર્ષ 2017 થી 2021 સુધી ભારતીય ટીમના હેડ કોચ તરીકેની જવાબદારી નિભાવી હતી. શાસ્ત્રીએ હાલમાં એક ઇન્ટરવ્યૂમાં 2019 વર્લ્ડ કપને લઇને કેટલાક ખુલાસાઓ કર્યા છે. તેમણે પોતાનો કાર્યકાળ કેવી રીતે પસાર થયો તે પણ જણાવ્યું છે.

તેમણે કહ્યું હતું કે વર્લ્ડકપ 2019માં ત્રણ વિકેટ કીપરને સ્થાન આપવામાં આવ્યું હતું. મહેન્દ્રસિંહ ધોની હોવા છતાં પણ દિનેશ કાર્તિક અને રિષભ પંતને સ્થાન આપવામાં આવ્યું હતું. એ સમયે સિલેક્ટર તરીકે એમ.એસ.કે પ્રસાદ હતા. ત્રણ વિકેટ કીપરની જરૂરિયાત ન હોવા છતાં પણ આ બંને ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે વિકેટકીપરના સ્થાને અંબાતી રાયડુની પસંદગી થઇ શકે તેમ હતી. શાસ્ત્રીએ જણાવ્યું કે જ્યારે મને પૂછવામાં આવ્યું હતું કે વર્લ્ડકપ 2019માં અંબાતી રાયડુને સ્થાન કેમ ન આપવામાં આવ્યું ત્યારે મેં જણાવ્યું હતું કે એમાં મારો કોઇ હાથ નથી પરંતુ આ ત્રણ વિકેટ કીપરની વ્યુહરચના મને સમજાતી નહોતી. અંબાતી રાયડુને કેમ ડ્રોપ કરવામાં આવ્યો તેના વિશે હું જાણતો નથી.

પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે હું ક્યારેય પસંદગીકારોની અવગણના કરતો નથી અને જ્યાં સુધી મને પૂછવામાં ન આવે ત્યાં સુધી હું કંઇ કહેતો પણ નથી. હું જનરલ ડિસ્કશનનો હિસ્સો છું. તેમણે 2019 ના વન-ડે વર્લ્ડકપ અને ટી-20 વર્લ્ડકપ 2021માં થયેલી હારનું દુઃખ વ્યક્ત કર્યું હતું. વિરાટ કોહલીની સાથે રહીને આઇસીસી ટ્રોફી ન જીતવા પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

તેમણે ગયા વર્ષે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની ગાબા ટેસ્ટમાં થયેલી જીત બાબતે ચર્ચા કરી હતી. આ જીત તેને હંમેશા યાદ રહેશે. લિમિટેડ પ્લેયર, કવોરન્ટાઇન નિયમ, ઇજાની સમસ્યા વગેરે જેવી સમસ્યા હોવા છતાં પણ વિજય મેળવ્યો હતો. તેની સામે ઓસ્ટ્રેલિયાની જબરદસ્ત ટીમ સતત આક્રમણ કરી રહી હતી. આ સફર તેને હંમેશા યાદ રહેશે.

શાસ્ત્રીએ વિરાટ કોહલી સાથે રહીને પોતાની સફર અંગે એક અંગ્રેજી અખબારના ઇન્ટરવ્યૂમાં ઉપરની બાબતો જણાવી હતી. અંબાજી રાયડુને વર્લ્ડકપમાં ન લેવા પર પણ પ્રતિક્રિયા આપી હતી. તેના કાર્યકાળ સમયમાં અનેક મુશ્કેલીઓ આવવા છતાં પણ તેણે પોતાની સફર સારી રીતે પૂર્ણ કરી. પરંતુ તે ભારતીય ટીમને એક પણ આઇસીસી ટ્રોફી અપાવી શકયા નહિ. તેનું હંમેશા તેને દુઃખ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *