શાર્દુલ ઠાકુરની ટીમ ઇન્ડિયામાં થશે એન્ટ્રી, જાણો કોનું પત્તું કપાશે…

ટી 20 વર્લ્ડ કપ 2021 માં ભારતને પોતાની પહેલી જ મેચમાં પાકિસ્તાન સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ભારત હવે પોતાની આગામી મેચ 31 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમશે. આ મેચ ભારત માટે જીતવી ખૂબ જ જરૂરી છે.

જો ન્યૂઝીલેન્ડ સામેની મેચ ભારત હારી જશે તો સેમિફાઇનલની રેસ માંથી લગભગ બહાર થઇ જશે. તેથી ભારતીય આ મેચને લઇને કોઇ પણ પ્રકારનો ચાન્સ લેશે નહીં. ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે.

તમને જણાવી દઈએ કે ટી 20 વર્લ્ડ કપમાં ભારત અત્યાર સુધી એક પણ વખત ન્યૂઝીલેન્ડ સામે જીત્યું નથી. પાકિસ્તાન સામેની પહેલી મેચમાં ભારત ખૂબ જ ખરાબ રીતે હાર્યું હતું. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ જીતવા માટે ભારતીય ટીમે ખૂબ જ મહેનત કરવી પડશે.

પાકિસ્તાન સામેની કારમી હાર બાદ ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતીય ટીમમાં શાર્દુલ ઠાકુરની એન્ટ્રી થઇ શકે છે. શાર્દુલ ઠાકુરને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અથવા તો હાર્દિક પંડ્યાના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

પાકિસ્તાન સામેની મેચમાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. તેણે આ મેચમાં 3 ઓવરમાં 25 રન આપી દીધા હતા અને તે દરમિયાન તેને એક પણ વિકેટ નહોતી મળી. તેના આ ખરાબ પ્રદર્શનને જોતાં લાગી રહ્યું છે કે તેના સ્થાને શાર્દુલ ઠાકુરની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

હાર્દિક પંડ્યાને ભારતીય ટીમમાં બેટિંગ ઓલરાઉન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ તે છેલ્લા ઘણા સમયથી બોલિંગ કરી રહ્યો નથી. તેથી તેને ફિનિશરનો રોલ આપીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તે હાલ ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે પાકિસ્તાન સામેની મેચમાં માત્ર 11 રન બનાવ્યા હતા. તેના આ ખરાબ પ્રદર્શનને જોતાં લાગી રહ્યું છે કે તેના સ્થાને શાર્દુલ ઠાકુરની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *