સહેવાગનો માસ્ટરસ્ટ્રોક, કહ્યું કે વર્લ્ડકપ જીતવા માટે આ પાંચ ખેલાડીઓને તૈયાર કરો…

ટી 20 વર્લ્ડકપ 2021 પૂર્ણ થયા બાદ તરત જ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ટી 20 અને બે ટેસ્ટ મેચ રમવાની છે. ત્યારબાદ આવતા વર્ષે ફરીથી ટી 20 વર્લ્ડકપ યોજાવાનો છે. આ વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં યોજાશે. જેને લઇને ભારતીય ટીમના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે એક નિવેદન આપ્યું છે જેમાં તેણે કહ્યું કે ભારતના આ પાંચ ખેલાડીઓ ટીમને વર્લ્ડકપ અપાવી શકે છે.

સેહવાગે પોતાના વીરુગીરી શોમાં જણાવ્યું હતું કે આવતા વર્ષે યોજાનારા ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમે આ પાંચ ખેલાડીઓને તૈયાર કરવા જોઇએ. સેહવાગનું માનવું છે કે જો આ પાંચ ખેલાડીઓને આખા વર્ષ દરમિયાન તૈયાર કરવામાં આવશે તો ઓસ્ટ્રેલિયામાં યોજાનારા વર્લ્ડકપમાં તે સારું પ્રદર્શન કરી શકશે.

સેહવાગે કહ્યું કે ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ ઐયરને જો તૈયાર કરવામાં આવે તો તે ભારતીય ટીમ માટે વર્લ્ડ કપ જીતી લાવી શકે છે. આ ખેલાડીઓને વિશેષ તક મળવી જોઇએ કેમ કે આ બધા ખેલાડીઓ ભારતનું ભવિષ્ય છે અને હાલ આ બધા ખેલાડીઓ યુવા છે. પરંતુ આઇપીએલમાં જબરદસ્ત જલવો બતાવી રહ્યા છે.

સેહવાગે વધુમાં જણાવ્યું કે, જો આ પાંચ ખેલાડીઓને વર્ષ દરમિયાન ટીમમાં સ્થાન આપવામાં આવે તો અન્ય સિનિયર ખેલાડીઓને પણ આરામ મળી શકે છે. ઘરેલુ ક્રિકેટમાં આ બધા ખેલાડીઓને સામેલ કરવાથી તેઓ સારો અનુભવ પણ લઇ શકે છે અને આગામી વર્લ્ડ કપ માટે પોતાને તૈયાર કરી શકે છે.

કેએલ રાહુલ, ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવ હાલમાં ચાલી રહેલા વર્લ્ડકપમાં જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે. વર્લ્ડકપ બાદ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં કેએલ રાહુલ કેપ્ટન બની શકે છે. ઋતુરાજ ગાયકવાડનું પ્રદર્શન પણ આઇપીએલ 2021માં જબરદસ્ત જોવા મળ્યું હતું.

ટી 20 વર્લ્ડકપ 2021 માં ભારતનું પ્રદર્શન કંઇ ખાસ રહ્યું નથી. પ્રથમ બે મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતને સેમીફાઇનલમાં પ્રવેશવા માટે બીજી ટીમ પર નિર્ભર રહેવું પડશે. અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં જો અફઘાનિસ્તાનની જીત થશે તો જ ભારત સેમીફાઇનલમાં પ્રવેશ મેળવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *