વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં 22 વર્ષીય સેહવાગને ન મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન…
સાઉથ આફ્રિકા સામે કારમી હાર મેળવ્યા બાદ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે અને ટી-20 સિરીઝ રમવાની છે. 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વન-ડે સિરીઝની શરૂઆત થશે. ત્યારબાદ 16 ફેબ્રુઆરીના રોજ કોલકત્તાના ઇડન ગાર્ડન ખાતે ટી-20 સિરીઝની શરૂઆત થશે. બીસીસીઆઇ દ્વારા આ બંને સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં રોહિત શર્માની પણ વાપસી થવાની છે. રોહિત શર્મા ફરી એકવાર ભારતીય કેપ્ટન તરીકે નજરે આવશે. આ ઉપરાંત તેના આવતાની સાથે જ ભારતીય ટીમમાં ઘણા ફેરફારો થયા છે. ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની વન-ડે અને ટી-20 સિરીઝ માટે એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે પસંદગીકારો દ્વારા આ ઘાતક ખેલાડીને તક આપવામાં આવશે, પરંતુ આવું થયું નહીં. પસંદગીકારો દ્વારા છેલ્લા ઘણા સમયથી આ ખેલાડીની અવગણના કરવામાં આવી રહી છે. આ ખેલાડી રોહિત કરતાં પણ તોફાની બેટિંગમાં નિષ્ણાત છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં 22 વર્ષના યુવા ખેલાડી પૃથ્વી શોને તક આપવામાં આવી નથી. આ ખેલાડી સેહવાગ જેવી આક્રમક બેટિંગ ધરાવે છે. સેહવાગની જેમ આ ખેલાડી પણ ટોચના ક્રમમાં આક્રમક બેટ્સમેન તરીકે જાણીતો છે. પૃથ્વી શો લાંબી ઇનિંગ્સ રમવા માટે પ્રખ્યાત છે. જો આ ખેલાડીને તક આપવામાં આવે તો આગામી સમયમાં ભારતીય ટીમને એક સારો ઓપનિંગ બેટ્સમેન મળી શકે છે.
પૃથ્વી શો વિરેન્દ્ર સહેવાગની જેમ વિસ્ફોટક શૈલીમાં રમવાનું પસંદ કરે છે. તે એક વાર લયમાં આવ્યા બાદ રનનો ઢગલો કરી દે છે. પૃથ્વી શોએ આઇપીએલમાં પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. તેમની શાનદાર બેટિંગના કારણે દિલ્હી કેપિટલ્સે આગામી સિઝન માટે તેને આઠ કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે.
હાલમાં ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માની ઉંમર વધી રહી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ ભવિષ્યનો વિચારીને એક સારા ઓપનિંગ બેટ્સમેનની શોધમાં છે. જો આ ઘાતક ખેલાડીને તક આપવામાં આવે તો તે ભારતીય ટીમ માટે સફળ સાબિત થઇ શકે છે. આ ખેલાડીની ઉંમર નાની હોવાને કારણે તે લાંબા સમય સુધી ભારતીય ટીમમાં રમી શકે છે.