હાર્દિક પંડ્યાનો આ શોર્ટ જોઈને તમે પણ કહેશો હાર્દિક ઇઝ બેક… – જુઓ વિડિયો

આઇપીએલ 2021ના બીજા તબક્કાની શરૂઆત મુંબઇ ઇન્ડિયન્સ માટે ખૂબ જ ખરાબ રહી હતી. મુંબઇ ઇન્ડિયન્સ યુએઈ લેગની પહેલી ત્રણ મેચો હારી ગઈ હતી. પરંતુ ગઈકાલે એટલે કે મંગળવારે પંજાબ કિંગ્સ સામેની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે વાપસી કરી હતી. મુંબઇએ પંજાબને છ વિકેટે હરાવીને પોઇન્ટ્સ ટેબલમાં પણ વાપસી કરી હતી.

મુંબઇ ઇન્ડિયન્સ આ મેચ પહેલા 8 પોઇન્ટ સાથે સાતમાં સ્થાન પર હતું. પરંતુ આ મેચ જીતતાની સાથે જ મુંબઇ ઇન્ડિયન્સ 10 પોઇન્ટ સાથે પાંચમા સ્થાન પર પહોંચી ગયું છે. આ મેચ જીતીને પાંચ વાર ચેમ્પિયન રહી ચૂકેલી મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલ 2021માં પ્લેઓફ માટે પોતાના દરવાજા ખોલી નાખ્યા છે.

મુંબઇ ઇન્ડિયન્સ માટે આઈપીએલ 2021ના બીજા તબક્કામાં સૌથી મોટી મુસીબત એ હતી કે તેનો મિડલ ઓર્ડર બિલકુલ પણ ફોર્મમાં ચાલી રહ્યો ન હતો. પરંતુ ગઈ કાલે મેચમાં હાર્દિક પંડ્યાએ 30 બોલમાં 40 રન બનાવીને જબરજસ્ત વાપસી કરી હતી.

હાર્દિક પંડ્યા એક એવો ખેલાડી છે કે જે પોતાના દમ પર મેચ બદલવાની ક્ષમતા રાખે છે. હાર્દિક પંડયાની ફિટનેસ અને ખરાબ ફોર્મના કારણે મુંબઇ ઇન્ડિયન્સ સતત મેચ હારી રહ્યું હતું. કારણ કે મુંબઇની ટીમ યોગ્ય રીતે મેચ સમાપ્ત નહોતી કરી રહી. પરંતુ ગઈ કાલે મેચ વિનર હાર્દિક પંડ્યાએ તેનું ફોર્મ બતાવીને મુંબઇ ઇન્ડિયન્સને મેચ જીતાડી હતી.

આ મેચમાં હાર્દિક પંડ્યાની ધમાકેદાર વાપસી થઇ હતી. તેણે આ મેચમાં પંજાબના દરેક બોલર સામે રન બનાવ્યા અને એક ગગનચુંબી સિકસ પણ મારી હતી. જે દર્શાવે છે કે તે હવે ધીમે ધીમે ફોર્મમાં આવી રહ્યો છે.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *