હાર્દિક પંડ્યાનો આ શોર્ટ જોઇને તમે પણ કહેશો હાર્દિક ઇઝ બેક… – જુઓ વીડિયો
ટી 20 વર્લ્ડ કપમાં ભારત સતત બે મેચ હારી ગયું હતું. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે કારમી હાર બાદ વિરાટ કોહલીએ ટીમમાં ઘણા ફેરફારો કર્યા હતા. સતત બે હાર બાદ ભારતને સેમી ફાઇનલમાં પહોંચવા માટે હવે બીજી ટીમો પર આધાર રાખવો પડશે. ભારતના તમામ ખેલાડીઓનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું.
અફઘાનિસ્તાન સામેની મેચમાં વિરાટ કોહલીએ અગત્યના નિર્ણયો લીધા હતા. અશ્વિન અને સૂર્ય કુમાર યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. રોહિત શર્મા અને કેએલ રાહુલની જોડીએ 140 રન બનાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ બંને મેચોમાં હાર બાદ અફઘાનિસ્તાન સામેની મેચમાં ભારતે 66 રને મેચ જીતી હતી.
અફઘાનિસ્તાન સામેની મેચમાં વિરાટ કોહલી પોતે ત્રીજા નંબર પર ન આવતા ટીમના બે હિટરોને તેણે તક આપી હતી. રિષભ પંતે 13 બોલમાં 27 રન અને હાર્દિક પંડ્યાએ 13 બોલમાં 35 રન ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યા અને રિષભ પંતને ઉપર મોકલીને વિરાટ કોહલી યોગ્ય નિર્ણય કર્યો હતો. જેના કારણે ભારતીય ટીમ 20 ઓવરમાં 210 રન બનાવવામાં સફળ થઇ હતી.
હાર્દિક પંડ્યા પણ એક ઓલરાઉન્ડર ખેલાડી છે. ગઇ કાલની મેચમાં તેણે ખૂબ જ સારી રનરેટથી રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા સારી બેટિંગ ઉપરાંત સારી બોલિંગ પણ કરી શકે છે. પહેલી બે મેચોમાં તેના ખભાના ભાગે થયેલી ઇજાને કારણે તેનું પ્રદર્શન સાધારણ રહ્યું હતું પરંતુ અફઘાનિસ્તાન સામેની મેચમાં તેણે સારી બેટીંગ કરી હતી.
અફઘાનિસ્તાન સામેની મેચમાં હાર્દિક પંડ્યાએ એક જોરદાર શોટ ફટકાર્યો હતો. આ શોટ જોઇને ઘણા બધા દિગ્ગજ ખેલાડીઓએ તેની પ્રશંસા કરી હતી. હાર્દિક પંડ્યા તાબડતોડ બેટિંગ કરવા માટે જાણીતો છે. હાર્દિક પંડ્યાના આ શોટનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
અફઘાનિસ્તાન સામેની મેચમાં બોલરોએ પણ ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેણે આ મેચમાં 2 વિકેટ લીધી હતી. જ્યારે બુમરાહે 1 વિકેટ, જાડેજાએ 2 અને મોહમ્મદ શમીએ 3 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો.
જુઓ વીડિયો :-
— Talwar News (@TalwarLiveNews) November 5, 2021