રિષભ પંતની આ હરકત જોઇને કેપ્ટનની સાથે ગાવસ્કર પણ ભરાયો ગુસ્સે… – જુઓ વિડિયો

ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે આફ્રિકા સામે જબરદસ્ત વિજય મેળવ્યો હતો. હાલમાં બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વનડે સિરીઝનો પ્રારંભ થશે. આ સિરીઝ માટે ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

આફ્રિકા પ્રવાસ શરૂ થાય તે પહેલા જ ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ઇજાને કારણે બહાર થયા છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ આ બંને દિગ્ગજ ખેલાડીઓ વગર જ આફ્રિકા સિરીઝ રમી રહી છે. આ ઉપરાંત વિરાટ કોહલી પણ ઇજાને કારણે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થયો છે.

બીજી ટેસ્ટ મેચમાં રિષભ પંત ખરાબ શોર્ટ રમીને આઉટ થયો હતો. બીજી ઇનિંગમાં રિષભ પંત ઝીરો રને આઉટ થયા બાદ ભારત માટે નિષ્ફળ સાબિત થયો. જો આ મેચમાં ભારતની હાર થશે તો તેના માટે સૌથી વધારે જવાબદાર રિષભ પંત રહેશે. કેમ કે ત્યાર પછી ભારતીય ટીમ વેરવિખેર થઇ હતી.

ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે પણ રિષભ પંતના આ વલણને બક્વાસ ગણાવ્યું છે. તેણે કહ્યું કે આ શોર્ટ રમ્યા પછી તમે કોઇ બહાનું ના બનાવી શકો નહીં. આ તમારી કુદરતી રમત છે હવે બક્વાસ સ્વીકારવામાં આવશે નહીં. આવી બેદરકારી તમે કઇ રીતે કરી શકો. રિષભ પંતે શરૂઆતમાં મોટો ફટકો મારવાનો પ્રયાસ ન કરવો જોઇએ. થોડી જવાબદારીની ભાવના ખેલાડીમાં હોવી જોઇએ.

રિષભ પંતની ખરાબ બેટિંગે ટીમ મેનેજમેન્ટને તેના વિકલ્પો વિશે વિચારવા મજબૂર કરી દીધું હતું. જોહાનિસબર્ગમાં રમાઇ રહેલી સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. બીજી ઇનિંગમાં ખાતું ખોલાવ્યા પહેલા તેણે પોતાની વિકેટ ગુમાવી હતી. રિષભ પંતની આવી રમત પર સવાલો ઉઠી રહ્યા છે.

રિષભ પંતના આ ખરાબ પ્રદર્શન બાદ હવે કેપટાઉનમાં 11 જાન્યુઆરીથી શરૂ થતી ત્રીજી ટેસ્ટ મેચમાં તેને સ્થાન આપવામાં આવશે નહીં. ખરાબ પ્રદર્શન બાદ રિષભ પંતના સ્થાને રિદ્ધિમાન સાહાને તક મળી શકે છે. સાહા એક સારો વિકેટકીપર બેટ્સમેન છે. આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ જીતીને ભારતીય ટીમ ઇતિહાસ રચવા પ્રયત્ન કરશે.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *