ચહલની ચપળતા જોઇને તમે પણ કહેશો વાહ “હોટ અ સ્ટ્રાઇક”…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાઇ રહી છે. જેમાં ભારતીય ટીમે પ્રથમ વન-ડે મેચ જીતીને સિરીઝમાં 0-1 થી આગળ ચાલી રહી છે. અમદાવાદ ખાતે રમાઇ રહેલી બીજી વન-ડે મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં 237 રન બનાવ્યા છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમને જીત માટે 238 રનનો ટાર્ગેટ આપ્યો છે.

બીજી વનડે મેચ ની વાત કરીએ વેસ્ટ ઇન્ડીઝનો કેપ્ટન કિરોન પોલાર્ડ ઇજાગ્રસ્ત થયો હોવાને કારણે તે ટીમમાંથી બહાર થયો હતો. તેના સ્થાને નિકોલસ પૂરનને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેણે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 237 રન બનાવ્યા છે.

ભારતીય ટીમની વાત કરીએ તો રોહિત શર્મા 8 બોલમાં 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ તેની સાથે સૌ પ્રથમ વખત ઓપનિંગ કરવા ઉતરેલ રિષભ પંત સફળ સાબિત થઇ શક્યો નહીં. તે માત્ર 18 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. વિરાટ કોહલી પણ 30 બોલમાં 18 રન બનાવીને સ્મિતનો શિકાર બન્યો હતો.

ભારતીય ટીમે ત્રણ વિકેટ જલ્દી ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલ વચ્ચે જબરદસ્ત પાર્ટનરશીપ થતા ભારતીય ટીમ એક સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી હતી. આ મેચમાં કેએલ રાહુલે 48 બોલમાં 49 રન અને સૂર્યકુમાર યાદવે 83 બોલમાં 64 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

પરંતુ ત્યાર બાદ છેલ્લી ઓવરમાં એક અદભૂત નજારો જોવા મળ્યો હતો જ્યારે યુજવેન્દ્ર ચહલે મેચના સૌથી સફળ બોલર અલઝારી જોસેફને મેદાનની સામેની બાજુ જબરદસ્ત ફોર ફટકારી હતી. મેચની છેલ્લી ઓવર જોસેફ ફેંકી રહ્યો હતો. ત્યારે યુજવેન્દ્ર ચહલ સ્ટ્રાઇક પર હતો. જોસેફ ચહલને ડરાવવા માટે ઝડપી બોલ ફેંકી રહ્યો હતો. પરંતુ ચહલે ડર્યા વગર સ્ટ્રેટ ડ્રાઇવ રમતો જોવા મળે છે.

યુજવેન્દ્ર ચહલના આ શોર્ટનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ચહલે આ મેચમાં 10 બોલમાં 11 રન બનાવ્યા હતા. જેમાં તેણે એક જબરદસ્ત ફોર ફટકારી હતી. આખી મેચમાં તેની સ્ટ્રેટ ડ્રાઇવ કોઇ સારા શોર્ટથી ઓછી ન હતી. જેના કારણે તે ચર્ચાનો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *