સરફરાઝે છોડ્યો દિલ્હી કેપિટલ્સનો સાથ, IPL 2024 પહેલા આ ઘાતક ટીમ સાથે જોડાયો, હવે ટ્રોફી પાક્કી…

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઘર આંગણે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આ સિરીઝ આવતા મહિને પૂર્ણ થવાની છે ત્યારબાદ તરત જ આઇપીએલ 2024ની શરૂઆત થશે. થોડા સમય પહેલા જ આઇપીએલ 2024 માટે હરાજીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અત્યારથી જે તેની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. બીજી તરફ હાલમાં એક અન્ય સમાચાર સામે આવ્યા છે.

ભારતીય સ્ટાર બેટ્સમેન સરફરાજ ખાનની વાત કરીએ તો તે હાલમાં જબરદસ્ત ફોર્મમાં જોવા મળ્યો છે. ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યા બાદ તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે તે અત્યાર સુધી આઇપીએલમાં દિલ્હી, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, પંજાબ જેવી ટીમ તરફથી રમી ચૂક્યો છે. છેલ્લે તે દિલ્હી તરફથી રમતો જોવા મળ્યો હતો પરંતુ હવે આઇપીએલ 2024 પહેલા તે દિલ્હી છોડીને આ ટીમ સાથે જોડાયો છે.

સરફરાજ ખાન આઇપીએલ 2024માં દિલ્હી નહીં પરંતુ આ ટીમ તરફથી રમતો જોવા મળશે. તે ફરી એક વખત મોટી રમત બતાવી શકે છે. ઇંગ્લેન્ડ સીરીઝ પૂર્ણ થતા જ તે નવી ટીમ સાથે જોવા મળશે. ટીમના અન્ય ખેલાડીઓને પણ ઘણો મોટો ફાયદો થઈ શકે છે. સરફરાજ માટે પણ આ મહત્વપૂર્ણ બાબત ગણી શકાય છે. તો ચાલો આપણે જાણીએ કે તે દિલ્હી છોડીને કઈ ટીમ સાથે જોડાયો છે.

તમને જણાવી દઈએ કે સરફરાજ ખાનને ખરીદવા માટે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે છેલ્લા ઘણા સમયથી પ્રસ્તાવ મૂક્યો છે. કોલકાતાના મેન્ટર ગૌતમ ગંભીર પહેલેથી ઘાતક ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરતો જોવા મળ્યો હતો. હાલમાં જ સરફરાજને પણ તેઓએ પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જેથી તે હવે કોલકાતા તરફથી રમતો જોવા મળશે. ફરી એક વખત તેઓ ટ્રોફી પણ જીતી શકે છે.

સરફરાજના સારા પ્રદર્શનના કારણે કોલકાતાની ટીમે તેને મોટી બોલી લગાવીને ખરીદ્યો હોય તેવું કહી શકાય છે. કોલકાતામાં હાલમાં શ્રેયસની પણ વાપસી થઈ છે. જેથી ફરી એક વખત મજબૂતાઈ જોવા મળશે. અન્ય ટીમો પણ અત્યારથી જ કોમ્બિનેશન બનાવવાના પ્રયાસો કરી રહી છે. આઇપીએલ 2024 વર્લ્ડ કપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *